આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજ આજે તેમની એક દિવસે મુલાકાતે વડોદરા આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ બપોરે 1:00 વાગ્યાની આસપાસ એરપોર્ટે પહોંચી આવ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલજીનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરી વડોદરામાં એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના સરકારી કર્મચારીઓ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તમામ સરકારી કર્મચારીઓ ખૂબ જ દુઃખી છે, ખૂબ જ દુઃખી છે અને સેક્રેટરીનું જે રીતે ઘેરાવો કરવામાં આવ્યો હતો અને આટલી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી રહ્યા હતા તે મેં પહેલી વાર જોયું છે.
આમ આદમી પાર્ટીના કાર્યક્રમનું સ્થળ વારંવાર બદલવું પડે છે. આ વિશે વાત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આ બિલકુલ યોગ્ય નથી, કારણ કે અમારે વડોદરામાં જે કાર્યક્રમ કરવાનું હતું તેના માટે અમારે 13 વખત જગ્યા બદલવી પડી હતી. અમે જ્યાં પણ અમારો કાર્યક્રમ ફિક્સ કરતા હતા ત્યાં લોકોને ફોન કરીને ધમકીઓ આપવામાં આવતી હતી કે, કેજરીવાલનો કાર્યક્રમ ના થવો જોઈએ, આમ આદમી પાર્ટી નો કોઈ પણ કાર્યક્રમ ન થવા દેતા. આ બધું લોકશાહી માટે સારું નથી. આપણે સૌ પક્ષ અને વિપક્ષ છીએ, આપણે એકબીજાના દુશ્મન નથી. આ લોકો જે કરી રહ્યા છે તે ગુંડાગીરી છે અને ગુજરાતની જનતા આ ગુંડાગીરીથી ખૂબ જ પરેશાન છે.
વધુમાં અરવિંદ કેજરીવાલે વાત કરતા જણાવ્યું કે, હું નાનો માણસ છું, હું તો આ બધું ભોગવી લઈશ, પરંતુ ગુજરાતની જનતા તેમની ગુંડાગીરીથી ખૂબ જ હેરાન થઈ ગઈ છે. કારણ કે આ લોકો ગુજરાતની જનતા સાથે રોજ ગુંડાગીરી કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment