મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનસર ગામના રાજદીપસિંહ રાઠોડના પુત્ર ધૈર્યરાજસિંહ રાઠોડ ના જન્મ થયા બાદ ત્રણ મહિનાની ઉંમરમાં પુત્રમાં શારીરિક ઉણપ હોવાથી રાજદીપસિંહ ને શંકા જતા પ્રથમ ગોધરા ખાતે બાળરોગ નિષ્ણાત તબીબ પાસે સારવાર માટે પોતાના પુત્રને લઈ ગયા હતા.
જ્યાંથી બાળકને વધુ તબીબી પરીક્ષણ માટે અમદાવાદની રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇલ્ડ ન્યુરોસાયાન્સ ગામની તબીબી સંસ્થામાં મોકલવામાં આવ્યું હતું જ્યાં બાળકના તમામ જરૂરી પરીક્ષણ બાદ જાણવા મળ્યું.
કે ત્રણ મહિનાના ધૈર્યરાજ ને SMS-1 નામની બીમારી છે.દીકરી હોય કે દીકરો પરિવારજનો તેની આગમનથી તેના ભવિષ્ય માટે સપના જોઈ એક કાલ્પનિક પ્લાનિંગ કરી દેતા હોય છે પરંતુ ત્યારે ઊભા થતાં કુદરતી સંજોગો સપનો માટે મુશ્કેલી લઈને આવે છે.
બાળકના પિતાની બિમારી નું નામ જાણીને આઘાત ના લાગ્યો કેમકે તે બીમારી વેશ્યા તેઓ સંપૂર્ણ જાણકારી ધરાવતા જ ન હતા પરંતુ આ બીમારી ના ઈલાજ માટે 22.5 કરોડના ઇન્જેક્શન ની જરૂર છે.
અને સરકાર દ્વારા સંપૂર્ણ ટેક્સ માફ કરી દેવામાં આવ્યો છે ત્યારે ઇન્જેક્શન માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે.આ ધૈર્યરાજ ની મદદ માટે લોકો પર પણ કરી રહ્યા છે.
અને તેની સારવાર માટે ફંડ એકત્રિત કરી રહ્યા છે. જોકે અત્યારે ધૈર્યરાજ ની મદદ માટે પૈસા એકત્રિત થઇ રહ્યા છે અને મોટી વાત એ છે કે બાળકને બચવા માટે ફક્ત એક જ વર્ષનો સમય છે.
તે માટે લોકો દિલ ખોલીને દાન કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે માત્ર 19 દિવસના ટૂંકા સમયગાળામાં લોકોએ આ બાળક માટે 8 કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું કરી આપેલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment