મગફળીમાં માર્કેટયાર્ડ ખુલ્યા બાદ પણ ખરીદી ખૂબ જ ઓછી જોવા મળી રહે છે જેથી સરેરાશ સિંગદાણામાં પણ સુધારો જોવા મળ્યો છે. મગફળીના ભાવમાં ગઈકાલે મણ દીઠ દસથી પંદર રૂપિયા નો સુધારો જોવા મળ્યો હતો. ખેડૂતો ની લે વેચ ઓછી હોવાથી બજારમાં સુધારો આવી શકે છે.
વળી પિલાણ માં જ વધારે માલ આવે તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. નાફેડ ની મગફળીની ખરીદી ઓછી છે પરિણામે સરેરાશ બજારમાં મજબૂતાઈ જોવા મળી રહે છે.
રાજકોટમાં ગઇકાલે મગફળીની આઠ હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ ટીજે -37 માં ₹ 1050 થી 1170, મઠડી માં ₹1050 થી 1220,39 નંબર બોલ્ડ માં ₹1000 થી 1220,જી 20 માં 1150 થી 1330.
66 નંબર માં ₹ 950 થી 1180 અને 99 નંબર માં ₹1200 થી 1240 ના ભાવ હતા જે સરેરાશ ભાવ કરતા મણે ₹10 થી 18 વધુ હતા.
આજના મગફળીના ભાવની વાત કરીએ તો ઝીણી મગફળી નો સૌથી ઊંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડે માં 1376 બોલાયો હતો અને જાડી મગફળી નો સૌથી ઊંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડ માં જ 1356 બોલાયો હતો.
ઝીણી મગફળી ના ભાવ ની વાત કરવામાં આવે તો રાજકોટ 1033 થી 1319,અમરેલી 936 થી 1080,કોડીનાર 975 થી 1301,જસદણ 980 થી 1305,મહુવા 1093 થી 1280 જોવા મળી રહી છે.
ઝાડી મગફળીના ભાવ ની વાત કરીએ તો રાજકોટ 1010 થી 1320, અમરેલી 921 થી 1261, સાવરકુંડલા 895 થી 1268, જેતપુર 855 થી 1301, પોરબંદર 995 થી 1200 જોવા મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment