મિત્રો તમને બધાને ખબર હશે કે, અમદાવાદના વસ્ત્રાલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કુલદીપસિંહ યાદવએ પોતાની પત્ની અને ત્રણ વર્ષની દીકરી સાથે 12 માં મારેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. હાલમાં આ ઘટના એક ચર્ચાનો વિષય બની ગઈ છે. તેમના મૃત્યુ બાદ ઘણા બધા ખુલાસાઓ થયા છે.
તેમના મૃત્યુ બાદ કુલદીપસિંહ એ લખેલા તેમના અંતિમ મેસેજ પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં કુલદીપસિંહ એ પોતાની વેદનાઓ લખી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ કુલદીપ સિંહ વિશે વાતચીત કરી છે.
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એક મહત્વપૂર્ણ મુદ્દેશ મીડિયાને સંબોધતા કહ્યું કે, એક દુઃખના સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદમાં વસ્ત્રાલપુર પોલીસ સ્ટેશનના માનનીય કુલદીપસિંહ યાદવે તેમના પરિવાર સાથે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. હું તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું.
તેમનું આ પગલું ભરવા પાછળ જે કાંઈ જવાબદાર કારણો હોય તેની વ્યાજબી તપાસ થાય અને ગુજરાતની પોલીસને ન્યાય મળે એવી મારી માંગણી છે. વધુમાં ગોપાલ ઇટાલીયા એ વાત કરતા જણાવ્યું કે, જો આપણી પોલીસ જ દુઃખી હોય, જો પોલીસ પણ જીવ ટૂંકાવા માટે મજબૂર થતી હોય તો જનતા કોની ઉપર આશા રાખશે?
જનતાનો ન્યાય માટે, અધિકારી માટે કે સુરક્ષા માટેનો છેલ્લો ભરોસો પોલીસ હોય છે. પણ જો પોલીસ જ દુઃખી હોય, પોલીસ જ લાચાર હોય, પોલીસ પણ સુસાઇડ કરવા મજબૂર થતી હોય તો સમાજ ક્યાં પોતાની અપેક્ષા લઈને જશે? અમારા તરફથી ફક્ત એટલી જ વિનંતી છે કે આ કેસની વ્યાજબી તપાસ થવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment