ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. બુધવારે તેમણે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને ત્યાં તેઓની જીભ લપસી હતી. પરિષદમાં મોઢવાડિયાની જીભ લપસતા તેઓએ કહ્યું કે, પાટીલ ના બાપ ની ફેક્ટરી હોય તેવું વર્તન કરે છે.
આ ઉપરાંત તેમને પાટીલ ને ઘણખુંટ કહા છે. WHO ની ચેતવણી હોવા છતાં કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી.સૌરાષ્ટ્રમાં હાલના સમયે કોરોના વાયરસના વધી રહેલા કેસ ને ધ્યાનમાં રાખીને અર્જુન મોઢવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યા હતા.
તેમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓને મોતના સોદાગર કહા હતા. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે, WHO એ એલર્ટ કર્યા હોવા છતાં સરકાર તરફથી કોઇ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી.
બીજી અનેક લોકોના મૃત્યુ થયા છે. સી.આર.પાટીલ ધણખૂંટ ની જેમ શિંગળા ભરાવે છે.નોંધનીય છેકે ગુજરાતમાં કોરોનાવાયરસ ના નવા કેસના આંકડાઓની ગતિ મા ઘટાડો જોવા મળ્યો છે.
ગઈકાલે રાજ્યમાં 14340 કેસ સામે આવ્યા હતા જ્યારે આજે 14352 કેસ સામે આવ્યા છે. અગાઉ આ જ મહિનામાં કોરોનાવાયરસ ના કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હતો ત્યારે આંકડાઓમાં કેસની ગતિ ધીમી પડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment