ગુજરાત શિક્ષણ બોર્ડમાં પણ પાટીદારોનો દબદબો,ગાંધીનગરની એક શાળામાં મોડી રાત સુધી…

ગુજરાત શિક્ષણ બોર્ડ ની ચૂંટણી નું પરિણામ ગઈકાલે સાંજે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યુ હતુ અને જેમાં સાત બેઠકોમાંથી પાંચ બેઠકો મા પાટીદાર ઉમેદવારો જીત્યા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડમાં પણ પાટીદારોના દબદબો જોવા મળશે.

સંચાલક મંડળની બેઠક ને લઈને મોડી રાત સુધી રીકાઉન્ટિંગ ચાલ્યું હતું.ગુજરાત શિક્ષણ બોર્ડના ફૂલ 26 સભ્યોમાંથી હોદ્દાની નિમાતા સભ્યો ને બાદ કરતા બાકીના ખ વર્ગના યોજાયેલી 9 બેઠકોની ચૂંટણીમાં અગાઉ બે બેઠકો બિનહરીફ થયા બાદ સાથે બેઠકો માટે 25મીએ મતદાન પ્રક્રિયા થઇ હતી.

જેમાં 50 હજારથી વધુ મતદારોએ મતદાન કરતા 67 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.ગઇકાલે મોડી સાંજે ગાંધીનગરની એક શાળામાં મતગણતરી શરૂ કરાઇ હતી અને મોડી રાત સુધી ચાલી હતી. સૌથી વધુ વર્ગધરાવતી સંચાલક મંડળની બેઠક માટે ભારે ખેંચતાણ થઈ હતી અને બે વાર રીકાઉન્ટિંગ માંગવામાં આવ્યુ હતુ.

નારાયણ પટેલ રીકાઉન્ટિંગ માંગતા મોડી રાત સુધી સંચાલક મંડળની બેઠક માટે મતગણતરી ચાલતા આ બેઠકમાં ચારથી પાંચ મતને લઈને કોકડું ગૂંચવાયું હતું. જોકે સાત બેઠકોની ચૂંટણીમાંથી પાંચ બેઠકો પર પાટીદાર ઉમેદવારો વિજેતા થતા ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરી નું મહત્વ સાબિત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*