મિત્રો હાલમાં લેવા પાટીદાર સમાજ અગ્રણી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા આપવામાં આવેલા એક નિવેદનની ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. જયેશભાઈ રાદડિયા પોતાના સમાજની કમજોરી જાહેરમાં બોલ્યા હતા. જયેશભાઈ રાદડિયાએ નિવેદન આપ્યું હતું કે, જો પોતાના સમાજનો આગેવાન ઉભો થતો હોય ત્યારે તેમને પાડી ન દે તો તે લેવા પટેલ સમાજ નહીં.
મિત્રો પાટીદાર સમાજ હંમેશા પોતાના એકતા માટે જાણીતું છે. આ દરમિયાન લેવા પાટીદાર સમાજના અગ્રણી એવા જયેશભાઈ રાદડિયાએ પોતાના સમાજની કમજોરીઓ જાહેરમાં જાહેર કરી છે. તમને સૌ કોઈ લોકોને ખબર જ હશે કે થોડાક દિવસ પહેલાં જામકંડોરણામાં 351 દીકરીના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન જયેશભાઈ રાદડિયાએ આ નિવેદન આપ્યું હતું. જયેશભાઈ રાદડિયા એ નિવેદન આપ્યું કે, સમાજનો આગેવાન ઉભો થતો હોય ત્યારે તેમને પાડી ન દે તો તે લેવા પટેલ સમાજ નહીં. વર્ષો પહેલા સરદાર વલ્લભભાઈ પટેલે થઈ ગયા છે પરંતુ આટલા વર્ષ બાદ પણ સમાજને બીજા સરદાર મળ્યા નથી.
તેમને જણાવ્યું કે, લેઉવા પાટીદાર સમાજને મજબૂત આગેવાનની જરૂર છે, કમજોર આગેવાનની નહીં. વધુમાં જયેશભાઈ એ જણાવ્યું કે, સમાજની વાત આવે ત્યારે મેં મારું રાજકારણ પણ એક બાજુ રાખ્યું છે.
સમાજના નામે રાજકારણ કરતા હોય એને પણ કહું છું કે સમાજના નામે રાજકારણ કરવાનું રહેવા દેજો. જયેશભાઈ રાદડિયાએ આપેલા આ નિવેદનની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયા પર ચારે બાજુ થઈ રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment