ગુજરાત રાજ્યમાં ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલનું નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઈએ ત્યારબાદ ઓબીસી સમાજ અને ઠાકોર સમાજે પણ પોતાનો મુખ્યમંત્રી હોવું જોઈએ તેવી માંગ કરી હતી. હવે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ક્ષત્રિય ક્ષત્રિય સમાજના આગેવાનો જોઈએ એ વાત સામે આવી.
આ ઉપરાંત કરણી સેનાના પ્રભારી જે પી જાડેજા એ પોતાનું મંતવ્ય આપતાં કહ્યું કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો કોઈ પણ કોઈપણ વ્યક્તિની પસંદગી થવી જોઈએ.
ત્યારબાદ તેમને શંકરસિંહ વાઘેલા, પ્રદિપસિંહ જાડેજા અને શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓના નામ લીધા. આ ઉપરાંત કરણી સેના એ કહ્યું કે શક્તિસિંહ 81 વર્ષની ઉંમરે પણ યુવાનને શરમાવે તેવું સ્વાસ્થ્ય જીવી રહ્યા છે.
આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજા વિશે કહ્યું કે તેઓ હાલની સરકારમાં પોતાનું સર્વ શ્રેષ્ઠ કામગીરી નિભાવી રહ્યા છે. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિશે પણ વાતચીત થઈ.
પાટીદાર સમાજની ખોડલધામ ખાતે થયેલી બેઠક બાદ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે અન્ય પાટીદાર સમાજ સાથે નહીં પરંતુ obc, દલિત અને આદિવાસી સમાજ સાથે થયો છે. ઓબીસી, દલિત અને આદિવાસી સમાજ ના મુખ્યમંત્રી હોવો જોઈએ.
જો અમે મુખ્ય મંત્રીની વાત કરીએ તો જાતિવાદનો મુદ્દો ઉઠાવવામાં આવે છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે કહ્યું કે રાજ્યમાં 8 કેબિનેટમાંથી 6 કેબિનેટ મંત્રી તો પાટીદારના છે. તો પાટીદાર સમાજ સાથે અન્યાય કહેવાય?
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment