ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા પટેલના દીકરાનો મોંધો શોખ, “મુખી” નામની નંબર પ્લેટ માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા – જાણો એવું તો શું છે આ નંબર પ્લેટ માં…

શોખીન ગુજરાતીઓ કોઈપણ કામમાં લાખો રૂપિયા પણ ખર્ચ કરવા તૈયાર થઈ જતા હોય છે. એવામાં હાલતો ગુજરાતીઓનો વિદેશમાં મિજાજ પણ જળવાઈ રહ્યો છે અને ઘણા એવા ગુજરાતીઓ વિદેશમાં જઈને રહેવાનું પસંદ કરે છે, ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતીઓ ફેન્સી નંબર પ્લેટનું હંમેશા આકર્ષણ રહ્યું છે, ત્યારે આજે આપણે એક એવા જ યુવક વિશે વાત કરીશું કે જે હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે અને તેની પાસે mukhi નંબર પ્લેટની લક્ઝુરિયસ કાર છે.

આ યુવાન જેનું નામ મંથન રાદડિયા કે જેઓ અમરેલી જિલ્લાના રહેવાસી છે. તેઓ હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે અને તેણે અત્યાર સુધીમાં કુલ 5 કાર ફેરવી છે. મંથનને 2017માં ધોરણ 12 પૂર્ણ કર્યું હતું ત્યારબાદ તેને વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જવાનું પસંદ કર્યું હતું કે જ્યાં તેણે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ અને ડિપ્લોમા ઇન હોસ્પિટલ નો કોર્સ કર્યો હતો.

એટલું જ નહીં પરંતુ ગ્રોસરીના બિઝનેસમાં પણ રસ ધરાવતો હોવાથી તેણે તેમાં પણ ઝંપલાવ્યું હતું. મંથનના પરિવાર વિશે વાત કરીશું તો મંથન અમરેલી જિલ્લાના સાવરકુંડલા ધજડી ગામનો વતની છે કે જે છેલ્લા 4 વર્ષથી પોતાના અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા વસવાટ કર્યો છે. હાલ તો મંથનનું પરિવાર અમદાવાદના નિકોલમાં ગોપાલ ચોક પાસે એક ટેનામેન્ટમાં રહે છે અને તેના પિતા હીરા ઘસવાનું કામ કરી રહ્યા હતા.

ત્યારબાદનો બિઝનેસ શરૂ કર્યો હતો તેમની માતા ગૃહિણી છે જેનું નામ કૈલાસ બેન છે.મંથન ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કરીને ઓસ્ટ્રેલિયા જવાની લત મૂકી હતી.તેથી તે હાલ તેના અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરી રહ્યો છે. આથી એક ગાડીમાં ફરી રહ્યો છે જેમાં તેણે mukhi નંબર લખ્યો છે એ વાત જાણીને રસ લાગશે.

ત્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે mukhi નંબર પ્લેટ કેમ? ત્યારે તેણે કહ્યું હતું કે મારા દાદાજી લાલજીભાઈ રાદડિયા કે જેઓ સરપંચનો હોદ્દો ધરાવે છે અને ગામના મુખી હતા. એટલું જ નહીં ગામના લોકોને કોઈ કામ હોય તો તેઓ સૌપ્રથમ ગામના મુખી ને જણાવતા અને ગામમાં પણ એમની ખૂબ જ માન-મર્યાદા રહેતી હતી.

તેથી તેણે દાદા જીવ્યા ત્યાં સુધી ગામના મુખી રહ્યા હતા. તેમની યાદમાં તેણે એક વર્ષમાં મુખી લખાવ્યું હતું. મંથનના પપ્પા હીરા ઘસવાનું કામ કરી રહ્યા હતા અને ધીમે ધીમે તેમણે યાર્નનો બિઝનેસ શરૂ કર્યો હતો. પરંતુ મંદીનાં મહોલે છીનવી લીધું ત્યારે તેમણે ઘીનો વેપાર શરૂ કર્યો હતો.

મંથને વધુમાં નંબર પ્લેટ વિશે જણાવતા કહ્યું કે ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટમાં એક રિક્વેસ્ટ મોકલવાની હોય છે પછી તમે મોકલેલા નંબરનો કોઈ ખોટો અર્થ થતો છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. ત્યારબાદ એ નંબર પ્લેટ સ્વીકારવામાં આવે છે જો ખરાબ કે ઉલ્ટા અર્થ થતા હોય તે લોકોને રીક્વેસ્ટ અપ્રુવ થતી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*