હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. ભરૂચ-દહેજ બાયપાસ રોડ પર મઢુલી સર્કલ પાસે લક્ઝરી બસના ચાલકે બાઈક જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં પાંચ વર્ષની બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત ની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
તે લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ભરૂચ થી દહેજ ને જોડતો રોડ સતત વાહનોથી વ્યસ્ત રહે છે. આ રસ્તા ઉપર બેફામ દોડતા કંપનીઓના વાહનોના કારણે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ બને છે.
ત્યારે સવારના સમયે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સમગ્ર સવારના સમયે ભોલવાથી મહેશભાઈ હરિભાઈ પટેલ પોતાની પુત્રવધુ ડિમ્પુબેન ધર્મેશભાઈ પટેલ અને પાંચ વર્ષની પૌત્રી ધ્યાનીને લઈને શ્રાવણ ચોકડી તરફ જઇ રહ્યા હતા.
તે દરમિયાન દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ સ્થિત મઢુલી સર્કલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસે તેમની બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર મહેશભાઈ, તેમની પુત્રવધુ ડિમ્પુબેન અને પાંચ વર્ષે પૌત્રી ધ્યાની હવામાં ફંગોળાઈ ગયા હતા.
આ ગંભીર અકસ્માતની ઘટનામાં પાંચ વર્ષિય દીકરી ધ્યાનીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે દાદા અને મૃત્યુ પામેલી દીકરીની માતાને ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
\સ્પીડબેકર ન હોવાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે. તેવું મૃત્યુ પામેલી દીકરીના ગામના લોકોનું કેવું છે. જેના કારણે દીકરીના ગામના લોકોએ રોડ પર ભારે ચક્કાજામ કર્યો હતો અને હંગામો કર્યો હતો. પોલીસે સ્થિતિ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને સ્પીડબેકર બનાવવાની ખાતરી આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment