પાટણનાં કોંગ્રેસના કોર્પોરેટર, સમાજ સેવક અને કદ્દાવર નેતા લાલેશભાઈ ઠક્કર ‘આપ’માં જોડાયા.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી એક મહત્વપૂર્ણ બાબતની જાણકારી આપતા જણાવ્યું કે, રાષ્ટ્ર ભાજપના શાસનમાં આજે આખું ગુજરાત ત્રાહિમામ પોકારી ચુક્યું છે. ઈશુદાન ગઢવી એ કહ્યું કે, જે લોકો પહેલા ભાજપને મત આપતા હતા હવે એ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એ આખા ગુજરાતને ખતમ કરી નાખ્યું છે. આ ઉપરાંત ઈશુદાન ગઢવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ પણ હવે એક સેટિંગબાજ પાર્ટીમાં ફેરવાઈ ગઈ છે. એમની એક જ રીત છે કે ચૂંટણી લડી અને ભાજપમાં જતા રહો. આવી બધી બાબતોથી ઘણા ઈમાનદાર લોકો ખૂબ જ ત્રાંસી ગયા છે. જે ઈમાનદાર લોકોને પ્રજાની સેવા કરવી છે તે લોકો હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

ત્યારે એવામાં એક ઈમાનદાર વ્યક્તિ પાટણના લાલેશભાઈ ઠક્કર અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઈશુદાન ગઢવી લાલેશભાઈ વિશે વાત કરતા જણાવ્યું કે, લાલેશભાઈ વર્ષો સુધી એ જ વિચારીને કોંગ્રેસમાં કામ કર્યું કે પ્રજાનું કંઈ ભલું થશે. પાટણ નગરપાલિકામાં પણ તેઓ વાઇસ પ્રેસિડન્ટ રહ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેંટ પણ રહ્યા. લાલેશભાઈએ રજા માટે ખૂબ જ કામ કર્યા છે. તો હવે લાલેશભાઈ બધાની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાય છે. તેનો અમને ખૂબ જ આનંદ છે. હું એમને અભિનંદન આપવા માગું છું. ઈશુદાન ગઢવી એ કહ્યું કે, લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કારણ કે આજે અરવિંદ કેજરીવાલજી ગુજરાતની જ નહીં પણ આખા દેશની ઉમ્મીદ બની ચૂક્યા છે.

આ ઉપરાંત ચાટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા સંજયભાઈ ઠક્કર અરવિંદ કેજરીવાલજી ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ફ્રોડ થતી વસ્તુઓમાં ઇન્વેસ્ટીગેશન કરવામાં સંજયભાઈ માસ્ટરી ધરાવે છે. આ ઉપરાંત તેઓ લુહાણા પરિષદના સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. તેમનું હું આમ આદમી પાર્ટીમાં ખૂબ જ સ્વાગત કરું છું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી, પ્રદેશ એડવોકેટ વીંગના પ્રમુખ પ્રવીણ ઠક્કર અને હિમાંશુભાઈએ લાલેશભાઈ ઠક્કર અને સંજયભાઈને આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરાવીને તેમનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*