સુરતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વિખવાદ પૂરું થવાનું નામ નથી લઇ રહ્યો. બીજી તરફ પાસના અલ્પેશ કથીરિયા ને સમજાવવા કોંગ્રેસના નેતાઓ મેદાન પર ઉતર્યા છે. પાસ નેતાઓને સમજાવવા માટે કોંગ્રેસના નેતાઓએ ફોન કર્યા.
જોકે તેને અલ્પેશ કથીરિયાએ કહ્યુંકે જ્યારે જરૂર હતી ત્યારે કોંગ્રેસના નેતાઓએ ફોન ઉપાડ્યા નથી. આમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ફોન કરે એનો કોઈ અર્થ નથી. આજરોજ યોજનારી પાસ ની બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
થોડા દિવસ પહેલા સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો હતો જે કદાચ શહેરની રાજનીતિનો પ્રથમ કિસ્સો હોઈ શકે છે.મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે નો છેલ્લો દિવસ હતો.
પણ ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત કોંગ્રેસમાં એક ફટકો પડ્યો હતો. અંતિમ ક્રિયા જ કોંગ્રેસ માટે વિકેટ પડી ગઈ હતી અને જો કે એવું નહોતું કે, કોંગ્રેસ પાસે ઉમેદવાર ન હતા પરંતુ કોંગ્રેસે જે ઉમેદવારને ટિકિટ આપી.
તેને ઉમેદવારી ફોર્મ પર સહી કરતા પહેલા જ બાજી મારી હતી.સુરતમાં પાસ દ્વારા બે ટિકિટની માગણી કરવામાં આવી હોવા છતાં કોંગ્રેસે ટિકિટ આપી હતી અને ટિકિટ પર ધાર્મિક માલવ્ય દાવેદારી નોંધાવી હતી.
પરંતુ બે ટિકિટ ન મળતા ધાર્મિક દાવેદારી પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ પાસ વાળા કોંગ્રેસ વિરુદ્ધ મોરચો ખોલી દેવામાં આવ્યો હતો. આજરોજ સુરતના ખોડલ ધામ ફાર્મ ખાતે પાસ ની બેઠક થવાની છે અને ત્યાં મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment