પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત જંગી વધારો, જાણો ગુજરાત ના અનેક જિલ્લામાં આ ઈંધણ ના ભાવ.

116

છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા પરંતુ આજરોજ ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો. અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં લગભગ આજરોજ 41 પૈસાનો વધારો જોવા મળ્યો છે જોકે દિવસેને દિવસે વધતા જતા ભાવ હવે ઘટવાનું નામ જ નથી લઇ રહા.

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 87.60 પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ 77.83 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો ત્યાં દિલ્હી કરતાં પણ વધારે ભાવ જોવા મળી રહી છે.

મુંબઈમાં પેટ્રોલના ભાવ 94.12 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલના ભાવ 84.63 રૂપિયા પ્રતિ લીટર છે.પેટ્રોલના ભાવ અમદાવાદમાં 84.98, અમરેલીમાં 86.26, આણંદમાં 84.68, અરવલ્લીમાં 85.47, ભાવનગરમાં 86.93.

બનાસકાંઠામાં 85.29, ભરૂચમાં 85.41, ગીર સોમનાથમાં 86.33, જામનગરમાં 84.52, જૂનાગઢમાં 85.85, ખેડામાં 84.97, વલસાડમાં 85.26, સુરતમાં 84.99 જોવા મળ્યા હતા.મોરબીમાં 85.32.

મહેસાણામાં 85.30, કચ્છમાં 84.68, નર્મદામાં 85.14, નવસારીમાં 85.31, પંચમહાલમાં 85.39, પાટણમાં 85.53, પોરબંદરમાં 85.54, બોટાદમાં 84.84, ગીર સોમનાથમાં 85.18 જોવા મળ્યો હતો.

જાણીને આશ્ચર્ય થશે કે વૈશ્વિક બજારમાં ડોલરની કિંમતના આધારે ભારત પેટ્રોલ ડીઝલની કિંમત ઘણી ઓછી હોવી જોઈએ. વર્ષ 2014 માં ફૂડ ઓઈલ 108 ડોલર પ્રતિ બેરલ હતું ત્યારે પેટ્રોલની કિંમત 72 રૂપિયા પ્રતિ લીટર હતી.

જ્યારે આજે બેરલ ની કિંમત 55 ડોલર પ્રતિ બેરલ છે તેમાં છતાં પેટ્રોલની કિંમત રૂપિયા પ્રતિ લીટર ની નજીક પહોંચી જવા આવી છે.સવાલ એ થાય છે કે કિંમતોમાં આટલો બધો તફાવત કેમ છે.

અને ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો એટલા માટે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ફૂડ પર ટેક્સમાં દિવસેને દિવસે વધારો કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!