વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અનાજના જથ્થાના વિતરણ અંગેની ચર્ચા ચાલી રહી હતી. સરદાર પ્રશ્નોની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા માં પરેશ ધાનાણીએ જણાવ્યું કે, સરકાર ભલે ગમે તેટલા દાવા કરતી હોય પરંતુ રાજ્યમાં ગરીબોને કાંઈ સસ્તું મળતી નથી.
ખેડૂતોને તેમની જનસોના પોષણક્ષમ ભાવ મળતા નથી. ઉત્પાદક અને પોષણશમ ભાવ અને ઉપભોક્તા ને સસ્તુ મળે તેનું સેતુ સરકાર ને બનાવવાનું હોય. વધુમાં જણાવ્યું કે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ.
તા.26/2/21 ના રોજ પરિપત્ર ક્રમાંક : નાપુની/141/વિજી/ઘટ/વસુલાત/10/2020-21/10429 થી ચાલુ વર્ષ 2020-21 માટે તુવેરદાળની ખરીદી અનૂસંગિક ખર્ચે સાથે રૂ 39 માં કરી 78 ના ભાવે વેચાણ કરવાનું ઠરાવેલ છે.
વધુમાં સરકાર પર નિશાન સાધતાં જણાવ્યું કે, ભાજપ સરકાર ગરીબોને અનાજ મા પણ નફાખોરી નો ધંધો કરે છે. કોરોના મહામારીમાં મફત અનાજ દાળ આપવાની જાહેરાત ભાજપ સરકાર કરે છે.
પરંતુ આ અનાજ દાળ ની ખરીદી નીચા ભાવે કરીને ડબલ ભાવે વેચાણ કરે છે. પુરવઠા મંત્રીએ ₹91 પ્રતિ કિલોના ભાવે તુવેરદાળ ખરીદીને ગરીબોને 61 ના ભાવે વેચાણ કરી ₹30 ની સબસીડી સરકારે ભોગવી હોવાનો દાવો કર્યો છે.
તેઓએ કહ્યું કે હકીકતમાં નાગરિક પુરવઠા નિગમ ના પરિપત્ર માં જ તુવેરદાળની ખરીદી અનૂસંગિક ખર્ચ સાથે 39 માં કરી 78 ના ભાવે વેચાણ કરવાનું ઠરાવેલ છે.
વધુમાં પ્રશ્ન કરતા જણાવ્યું કે નાગરિક પુરવઠા નિગમ ના પરિપત્ર માં તુવેરદાળની ખરીદી અને આનુષાંગિક ખર્ચ સાથે 39 માં કરવાનું ઠરાવેલ છે.
અને બીજી બાજુ પુરવઠા મંત્રી 91 ના ભાવે તુવેરદાળ ખરીદી હોવાનું જણાવે છે. ત્યારે આ વચ્ચે ₹52 કોના ખિસ્સામાં ગયા અને તુવેરની ખરીદી મા મલાઈ કોણ તારી ગયું?
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment