સુરતમાં દીકરાના લગ્નની ખરીદી કરવા જતા માતા-પિતાને ટેન્કર ચાલકે કચડી નાખ્યા, માતા-પિતાનું એકસાથે દર્દનાક મોત… લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો…

સુરત શહેરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના વરીયાવથી ઉત્તરાણ જતા રોડ પર કોરીવાડ ગામ પાસે બની હતી. અહીં બાઈક પર સવાર પતિ-પત્નીને એક ટેન્કર ચાલકે અડફેટેમાં લીધા હતા. આ કારણોસર બંનેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પ્રતિ માહિતી અનુસાર આ ઘટનામાં બાઈક પર સવાર 50 વર્ષના સુરેશભાઈ કનુભાઈ રાઠોડ અને તેમને 45 વર્ષની પત્ની ગૌરીબેન રાઠોડનું મૃત્યુ થયું છે. સુરેશભાઈ રાઠોડ પોતાના પરિવાર સાથે ઓલપાડ તાલુકાના જોથાણ ગામના હળપતિ વાસમાં રહેતા હતા.

સુરેશભાઈ પોતાની પત્ની અને પડોશમાં રહેતા ચાર વર્ષના બાળકને લઈને ખરીદી કરવા માટે સુરતના અમરોલી વિસ્તારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પાછળથી આવતા એક ટેન્કર તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કર ચાલક બાઈક પર સવાર સુરેશભાઈ અને તેમની પત્નીને 60 ફૂટ સુધી ઘસીને પોતાની સાથે લઈ ગયો હતો.

અકસ્માતની ઘટનામાં ગોરીબેન રાઠોડ અને સુરેશભાઈ રાઠોડ નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે પડોશીના ચાર વર્ષના દીકરાનો આ અકસ્માતની ઘટનામાં ચમત્કારી બચાવ થયો હતો. પરિવારના બે સભ્યોનું એક જ દિવસે એક જ સાથે મૃત્યુ થતાં ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર સુરેશભાઈ અને તેમની પત્ની ગૌરીબેનના દીકરાના ત્રણ મહિના પછી લગ્ન થવાના હતા.

પુત્રના લગ્નની ખરીદી બાકી હોવાના કારણે સુરેશભાઈ પોતાની પત્નીને બાઈક પર લઈને સુરતના અમરોલી વિસ્તારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને કાળભળખી ગયો હતો. દીકરો ઘડીએ ચડે તે પહેલા માતા પિતાની અર્થી ઉઠતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. દિનકર ઝાલકની બેદરકારીના કારણે પરિવારની લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ ગામના લોકોએ તેને પકડી પાડ્યો હતો અને ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*