માતા-પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, દોઢ વર્ષનો દીકરો માતાના મૃતદેહને જોઈને 4 કલાક સુધી રડતો રહ્યો – જાણો સમગ્ર ઘટના

હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ચાઈનીઝ ફૂડ વેચતા પતિ-પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટના મંગળવારના રોજ રાત્રે બની હતી. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ રાત્રે પતિ-પત્ની વચ્ચે માથાકુટ થઇ હતી.

ત્યારે બુધવારના રોજ સવારે પતિ અને પત્નીનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર સવારે 8 વાગ્યા પછી 4 કલાક સુધી રૂમમાંથી દોઢ વર્ષના બાળકનો રડવાનો અવાજ આવતો હતો. ત્યારે પડોશીએ બારીમાંથી જોયું ત્યારે મહિલા ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.

પોતાની માતાના મૃતદેહને જોઈને દોઢ વર્ષનો બાળક રડી રહ્યો હતો. ત્યારે બાળકના પિતાનું મૃત્યુ બાથરૂમમાં લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. બંનેએ સાડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારબાદ પડોશીએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

બંનેના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા અને સમગ્ર ઘટનાને લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર 28 વર્ષે કેસર સાહદુ અને તેની 24 વર્ષીય પત્ની પશુપતિ અને દોઢ વર્ષના દીકરા સાથે રામવાડામાં ભાડાના મકાનમાં રહેતા હતા.

પતિ-પત્ની ચાઈનીઝ ફૂડ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સમગ્ર ઘટનાને લઇને પડોશીએ જણાવ્યું કે, રાત્રે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતી હતી તેનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ બુધવારે નહાવા જતી વખતે ફરીથી પતિ અને પત્ની વચ્ચે માથાકૂટ થાય હતી.

ત્યાર બાદ પત્ની દૂધ લેવા ગઈ ત્યારે પતિએ બાથરૂમમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. ત્યાર બાદ પત્નીએ પણ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. હાલમાં પોલીસ તપાસમાં આવું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. માતા પિતાના મૃત્યુના કારણે દોઢ વર્ષના બાળકે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*