Indore, Husband and wife attempted suicide: હાલમાં બનેલી એક જ સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પતિ-પત્નીએ સાથે ઝેરી દવા પીને સુસાઇડ(suicide) કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પત્નીનું મોત થઈ ગયું છે, ત્યારે પતિની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સુસાઇડની આ ઘટના ઈન્દોરમાંથી સામે આવી રહી છે. પતિ પત્નીએ સુસાઇડ જેવું મોટું પગલું ભરતા પહેલા એક વિડીયો પણ બનાવ્યો હતો.
જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના મંગળવારના રોજ સાંજના સમયે ઇન્દોરના દ્વારકાપુરી વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે સુસાઇડનો પ્રયાસ કર્યા બાદ પતિ-પત્નીને સારવાર માટે એમવાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે જણાવ્યું કે બંને ઝેરી દવા પી લીધી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રોપર્ટીના વિવાદના કારણે બંને આ પગલું ભર્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલી પત્નીનું નામ પૂજા હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. જ્યારે પૂજાના પતિનું નામ હેમંત હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પત્ની પૂજા રૂમના એક ખૂણા પર બેઠેલી નજરે પડી રહે છે.
જ્યારે પતિ હેમંત ફોનના સેલ્ફી મોડમાં વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છે. જેમાં હેમંત કહી રહ્યો છે કે અમે બંને સુસાઇડ કરી રહ્યા છીએ. અમે બંને આ દવા ખાઈએ છીએ. વધુમાં તે કહી રહ્યો છે કે મારા માતા-પિતા અને ભાઈ અમને ખૂબ જ પરેશાન કરી રહ્યા છે. બે દીકરીઓ હોવા છતાં પણ અમને આ ઘર માંથી કાઢી મૂક્યા છે.
બે દીકરીઓ પછી પત્નીનું ઓપરેશન કરાવવું એ કંઈ ગુનો છે? એટલા માટે અમે આ પગલું ભરીએ છીએ, અમે બંને સુસાઇડ કરી રહ્યા છીએ. આ ત્રણેયને સખત સજા આપો. આજે અમે કલેકટર કચેરીમાં ગયા હતા. ત્યાં અધિક કલેક્ટર રાજેશ રાઠોડ અમને ધાક ધમકી આપીને કહ્યું કે, બહાર નીકળો, હું આગળની કાર્યવાહી કરીશ. એટલા માટે અમે ત્યાંથી ઘરે આવીને સુસાઇડ કરી રહ્યા છીએ.
2 માસુમ દીકરીના માતા-પિતાએ વિડીયો બનાવીને સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો, માતાનું રિબાઈ રિબાઈને મોત… જુઓ સુસાઈડ પહેલાનો લાઈવ વિડિયો…. pic.twitter.com/sfn7oRhqbN
— GUJJU ROCKZ (@gujju_rockz) June 21, 2023
બીજો આ વીડિયોમાં હેમંત કહી રહ્યો છે કે, શું બે દીકરીઓ હોવી કોઈ ગુનો છે. જો એમ હોય તો બધા માતા-પિતા આ જ રીતે સુસાઇડ કરવું જોઈએ.હાલમાં હેમંતની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે જ્યારે હેમંતની પત્નીનું આ ઘટનામાં નિદાન થઈ ગયું છે. જેના કારણે છ વર્ષની અને ત્રણ વર્ષની બે માસુમ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment