મિત્રો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ઘણી વખત લોકો નાની નાની બાબતમાં આ પ્રકારનું પગલું ભરી લેતા હોય છે. ત્યારે ગુજરાતના પારડી તાલુકાના ધગડમાળ ગામે નિશાળ ફળિયા ખાતે રહેતી અને ઉદવાડા ખાતે લેબોરેટરીમાં નોકરી કરતી 19 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
આ દીકરીનું નામ નિકિતાબેન દિલીપભાઈ પટેલ હતું. નિકિતાએ પોતાના ઘરના છતના લાકડા સાથે ઓઢણી બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. નિકિતાના મૃત્યુ ના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર પરિવારના સભ્યોની બુધવારના રોજ સવારે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ નિકિતા ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.
આ ઘટના બનતા જ ઘરમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ પરિવારના લોકોએ નિકિતાને નીચે ઉતારી હતી અને ઘરની નજીકમાં રહેતા ડોક્ટર મહેશ પટેલને ઘરે બોલાવ્યા હતા. ડોક્ટર મહેશ પટેલે દીકરી નિકિતાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.
આ ઘટના બનતા જ પરિવારના લોકો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા. દીકરીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. નિકિતા તેની માતા અને ભાઈ સાથે રહેતી હતી. નિકિતાના પિતા દિલીપભાઈ છેલ્લા ચાર મહિના અગાઉ પરિવારના ભરણપોષણ માટે વિદેશ ગયા હતા.
દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને દિલીપભાઈ પડી ભાંગ્યા હતા. મળતી માહિતી અનુસાર દિલીપભાઈ પોતાની દીકરીના અંતિમ દર્શન માટે પણ આવી શકે તેમ નથી. આ ઘટના બનતા જ દીકરીના પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment