પાકિસ્તાનમાં દિવસેને દિવસે પેટ્રોલનો ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પેટ્રોલના ભાવમાં 5.40 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ ઉપરાંત ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2.54 રૂપિયાનો વધારો કરી દીધો છે.
તેમજ કેરોસીનના પ્રતિ લીટર ભાવ માં 1.39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. લાઈટ ડીઝલના ઓઇલના ભાવ 1.25 રૂપિયાનો વધારો કરી દીધો છે. પાકિસ્તાનમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 118.09 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 116.5 રૂપિયા નોંધાયો છે.
કેરોસીનનો પ્રતિ લીટર ભાવ 87.14 રૂપિયા નોંધાયો છે. LDO નો ભાવ 84.67 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. પાકિસ્તાનમાં જૂન મહિનામાં પેટ્રોલમાં પ્રતિ લિટર 2.13 રૂપિયા અને પેટ્રોલમાં પ્રતિ લિટર 1.79 રૂપિયાનો વધારો થયો હતો.
પાકિસ્તાની ઘણા દેશો પાસેથી લોન લીધી છે જેનો ચૂકવવાનો સમય આવી ગયો છે તેથી સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરીને દેશની જનતા પાસેથી પૈસા લુટી રહી છે.
પાકિસ્તાનના મુખ્ય અખબાર ડોન ના મતે તાજેતરમાં પાકિસ્તાનના નાણામંત્રી શોકત તરીને કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર આવતા નાણાંકીય વર્ષમાં પેટ્રોલ-ડીઝલમાં થી 60 હજાર કરોડ રૂપિયાની આવક એકત્રિત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત પાકિસ્તાની સાઉદી અરબને પછી ચૂકવણી કરવાનો વિશ્વાસ વ્યક્ત કરીને કૂડ તેલ મેળવી લીધું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment