Murder of Kontham Tejaswini Reddy in London: મિત્રો છેલ્લા ઘણા સમયથી વિદેશમાં રહેતા ભારતીય યુવાનો અને યુવતીઓની જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં લંડનમાં(Indian student murdered in London) રહેતી એક વિદ્યાર્થીનીનો જીવ લઇ લેવામાં(Murder) આવ્યો છે. વિદ્યાર્થીનીનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેના ફ્લેટમેટ જ લીધો છે.
મૃત્યુ પામેલી યુવતીનું નામ કોન્થમ તેજસ્વિની રેડ્ડી હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. મૃત્યુ પામેલી યુવતી મૂળ હૈદરાબાદની હતી. મૃત્યુ પામેલી યુવતી લંડનના વેમ્બલીમાં તેના મિત્રો સાથે રહેતી હતી. છ દિવસ પહેલા જ બ્રાઝિલનો એક વ્યક્તિ તેમના ફ્લેટમાં રહેવા માટે આવ્યો હતો. આરોપ છે કે મંગળવારના રોજ સવારના સમયે બ્રાઝિલથી આવેલા વ્યક્તિએ તેજસ્વીનીનો જીવ લઇ લીધો હતો.
હાલમાં તો પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેજસ્વીના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મિત્રો તમને જણાવી દઈએ કે તેજસ્વીની ગયા વર્ષે માર્ચમાં તેના માસ્ટર માટે લંડન ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં યુવતીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.
તે સમયે આરોપી તેજસ્વીની સિવાય ત્યાં હાજર અખિલા નામની યુવતી ઉપર પણ પ્રહાર કર્યા હતા. હાલમાં અખિલાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલમાં તો તે ખધરાથી બહાર છે. આરોપીએ બંને યુવતી ઉપર કયા કારણોસર હુમલો કર્યો તેની હજુ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા થઈ નથી.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે ઘટના સ્થળ પરથી 24 વર્ષના છોકરા અને 23 વર્ષની છોકરીની ધરપકડ કરી હતી. ત્યારબાદ છોકરીને છોડી દેવામાં આવી હતી. જ્યારે છોકરો હજુ પણ પોલીસની કસ્ટડીમાં છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે અન્ય શંકાસ્પદ આરોપીઓને શોધી રહે છે.
આ ઉપરાંત પોલીસે સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો ફોટો મૂકીને લોકોને તેના વિશે માહિતી આપવાનું પણ કહ્યું હતું. જેના આધારે પોલીસે મંગળવારના રોજ સાંજના સમયે આ યુવકની પણ ધરપકડ કરી હતી. યુવતીનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહીઓ ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment