હાલમાં ગુજરાતના મહુવામાં બનેલી એક દુખદ ઘટના સામે આવી રહી છે. સ્વાતિ રમેશભાઈ નામની 19 વર્ષની મહુવાના સોસાયટી વિસ્તારમાં આવેલા સાતમાળા બિલ્ડીંગ યોગી ફ્લેટમાં રહે છે. સ્વાતિ પોતાનો મોબાઈલ લઈને સાતમા માળની અગાસી ઉપર ગઈ હતી.
અગાસી ઉપર આવ્યા બાદ તે અગાસીની પાળી ઉપર ચડીને એક સેલ્ફી લેવા જતી હતી. આ દરમિયાન અચાનક જ તેનો પગ લપસ્યો હતો અને તે સાતમા માળેથી નીચે પડી હતી. આ કારણોસર તેનું દર્દનાક મોત થયું છે. હાલમાં તો વરસાદનો માહોલ ચાલી રહ્યો છે.
આવા વરસાદી માહોલમાં જ્યોતિ પોતાના ઘરમાંથી બહાર નીકળી અગાસી ઉપર ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે યુવતી અગાસી ઉપર સેલ્ફી લેવા માટે ગઈ હતી. પરંતુ દીકરીને શું ખબર હશે કે તેની આ સેલ્ફી તેની જિંદગીની છેલ્લી સેલ્ફી બની જશે. કહેવામાં આવી રહ્યું છે કે, 19 વર્ષની યુવતી ચાલુ વરસાદમાં સેલ્ફી લેવા માટે ધાબા ઉપર ગઈ હતી.
ધાબાની પાળી ઉપર ચડીને તે સેલ્ફી લેતી હતી. ત્યારે અચાનક જ તેનો પગ લપસી ગયો હતો અને તે સાતમા માળેથી સીધી નીચે પડી હતી. નીચે પડતા જ તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ દીકરીના પરિવારજનોને કરી હતી.
ત્યારબાદ દીકરીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. દીકરીનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આવી બાબતો દરેક લોકોને ધ્યાનમાં લેવી જોઈએ અને પોતાના બાળકો શું કરે છે તેની ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment