સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે હાલમાં રુવાટા ઉભા કરી દેનારી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ અકસ્માતની ઘટના રવિવારના રોજ સાંજના સમયે બની હતી. સ્કુટી સવાર બે યુવકો ટેમ્પામાં ભરેલા થાંભલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બની હતી. અહીં 16 વર્ષનો અમન નામનો યુવક તેના મિત્ર સાથે મોડી સાંજે સ્કુટી લઈને ઘરેથી બહાર નીકળ્યો હતો. આ દરમિયાન મોતીનગર મોહલ્લાની નોર્મલ સ્કૂલ પાસે ઉભેલા ટેમ્પા સાથે સ્કુટી અથડાઈ હતી.
આ ઘટનામાં સ્કુટી ચલાવનાર યુવકનું માથું ટેમ્પામાં ભરેલા લોખંડના થાંભલા સાથે અથડાયું હતું. જેના કારણે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અકસ્માતની ઘટનામાં પાછળ બેઠેલો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હોસ્પિટલમાં અમનને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય એક યુવકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે આવી હતી.
ટેમ્પામાં ભરેલા થાંભલા સાથે માથું અથડાતા સ્કુટી સવાર યુવકનું દર્દનાક મોત, આવો અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય… જુઓ વાયરલ વિડિયો… pic.twitter.com/9BQpTmZEPM
— GUJJU ROCKZ (@gujju_rockz) February 20, 2023
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જો અમને હેલ્મેટ પહેર્યું હોત તો તેનો જીવ બચી ગયો હોત.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment