રાજકોટમાં દિવાલ માથે પડતા 3 વર્ષના માસુમ બાળકનું દર્દનાક મોત… 3 બહેનોએ એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો…

રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં એક ત્રણ વર્ષના માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રાજકોટના લાપાસરી ગામે મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારનો ત્રણ વર્ષનો માસુમ બાળક એક દિવાલ પાસે રમતો હતો.

આ દરમિયાન અચાનક જ દિવાલ ધરાસાઈ થઈ હતી. જેના કારણે માસુમ બાળક દિવાલની નીચે દટાઈ ગયો હતો. દિવાલ માથે પડવાના કારણે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર દીકરાનું મોત થયું હતું.

દીકરાનું મોત થતાં જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાયો હતો. વિગતવાર વાત કરે તો મૃત્યુ પામેલા માસુમ બાળકનું નામ અમિત હતું અને તેની ઉંમર ત્રણ વર્ષની હતી. અમિત દિવાલના છાયડે રમતો હતો. આ દરમિયાન અચાનક જ દિવાલ પડી હતી અને અમિત તેની નીચે દબાઈ ગયો હતો.

પછી તેને દીવાલની નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા તો અમિતે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મૃત્યુ પામેલો અમિત ત્રણ બહેનોનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. એકના એક ભાઈનું મોત થતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*