2022 ની ચૂંટણી પહેલા ભાજપ માં ભડકો,450 કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઇને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ભાજપ દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લા અને શહેરોમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે

અને કોંગ્રેસ દ્વારા પણ અલગ અલગ જિલ્લાઓમાં કાર્યક્રમને યોજી ને લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે.ભારતીય જનતા પાર્ટીને એક મોટો ફટકો પડયો છે.ભાજપના 400 કરતાં પણ વધારે કાર્યકર્તાઓ એકસાથે રાજીનામા આપી દીધા હોવાની માહિતી સામે આવી છે.

ભાજપના જે કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામા આપ્યા છે તે કાર્યકર્તા જૂનાગઢના માંગરોળમાં હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર જૂનાગઢની માંગરોળ નગરપાલિકાના વોર્ડ નંબર 9 ની પેટા ચૂંટણી પહેલા જ ભાજપના આટલા બધા કાર્યકર્તાઓ એકસાથે રાજીનામા આપી દીધા છે.

આ બેઠકના ઉમેદવારનું આકસ્મિક નિધન થતા રહેતા ચૂંટણી થવાનો વારો આવ્યો અને આ બેઠક બિનહરીફ જાહેર કરવાની વાતો થઇ રહી હતી પરંતુ છેલ્લા દિવસે ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી તેથી ભાજપ પ્રત્યે અનુસૂચિત જાતિના લોકોમાં રોષ જોવા મળ્યો. આજ કારણે તેઓએ સામૂહિક રાજીનામા આપી દીધા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*