દિવાળીના એક દિવસ પહેલા જ સોનાના ભાવમાં થયેલો ઘટાડો. મળતી માહિતી અનુસાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. આજરોજ સોનામાં પ્રતિ 10 ગ્રામ 0.93 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
આજરોજ સોનામાં પ્રતિ 10 ગ્રામ 448 રૂપિયા સસ્તું થયું છે. દિવાળી પહેલા જ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ ઘટીને 47513 રૂપિયા પહોંચી ગયો છે. જ્યારે આજરોજ ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં 0.04 ટકાનો ઘટાડો થયો છે.
ઘટાડા સાથે જ આજનો ભાવ 63200 પ્રતિ કિલોએ રૂપિયા થયો છે. ગયા વર્ષે દિવાળી પર સોનાનો પ્રતિ 10 ગ્રામ નો ભાવ 50625 રૂપિયા હતો ત્યારે આ વર્ષે સોનાનો પ્રતિ 10 ગ્રામ નો ભાવ 47513 રૂપિયા છે. અંદાજે ગયા વર્ષ કરતાં સોનુ 3000 રૂપિયા સસ્તું થયું છે.
હવે તમે સોના ચાંદીના ભાવ ઘરે બેઠા પણ જાણી શકો છો. સોના ચાંદીના ભાવ જાણવા માટે સૌપ્રથમ તમારે 8955664433 નંબર પર મિસ કોલ કરવાનો રહેશે ત્યારબાદ તમારા ફોન પર એક મેસેજ આવશે. જેમાં સોના-ચાંદીના ભાવનું લઈ જાય છે.
જો તમે સોના-ચાંદીની શોધતા ચકાસવા માંગો છો તો સરકાર દ્વારા એક એપ્લીકેશન બનાવવામાં આવી છે. BIS Care app ની મદદથી કોઈ પણ ગ્રાહક સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ ઉપરાંત આ એપ્લિકેશન પર સોનાની શુદ્ધતા ઉપરાંત અનેક માહિતી પણ મેળવી શકે છે.
આ ઉપરાંત ગ્રાહકને જો સોનામાં કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો તે ફરિયાદ પણ કરી શકે છે. આ ઉપરાંત એપ્લિકેશનમાં હોલમાર્ક નંબર, લાયસન્સ અને રજીસ્ટ્રેશન ખોટું હોય તો પણ ગ્રાહક તાત્કાલિક આ એપ્લિકેશન માંથી ફરિયાદ કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment