મોટા સમાચાર : દિવાળી ના તહેવાર પહેલા ખાધ તેલના ભાવમાં થયો મોટો ઘટાડો

Published on: 2:54 pm, Wed, 3 November 21

દેશમાં દિવસેને દિવસે જીવન જરુરિયાતની વસ્તુઓની ભાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે દિવાળીના એક દિવસ પહેલા જ ખાદ્ય તેલના ભાવ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દિવાળીની એક દિવસ પહેલાં ખાદ્યતેલના ભાવમાં મામૂલી ઘટાડો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર દેશની મોટી ખાદ્યતેલની કંપનીઓ દ્વારા ખાદ્યતેલના ભાવમાં પ્રતિ લિટર 4-7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર અદાણી વિલ્મર અને રુચિ સોયા એ ખાદ્યતેલના ભાવમાં 4-7 રૂપિયાનો ઘટાડો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

મળતી માહિતી અનુસાર આ સાથે પણ આગામી દિવસોમાં બીજી અન્ય ખાદ્ય તેલની કંપનીઓ પણ ભાવમાં ઘટાડો કરી શકે છે. હોલસેલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે છૂટક કિંમત પર આની શું અસર પડશે તે નક્કી કરવામાં આવ્યું નથી.

ભારત દેશની વાત કરીએ તો લગભગ ભારત 60% ખાદ્યતેલ અન્ય દેશોમાંથી આયાત કરે છે. વૈશ્વિક સ્તરે ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થવાના કારણે દેશમાં ખાદ્યતેલના ભાવમાં દિવસેને દિવસે વધારો થાય છે. મળતી માહિતી અનુસાર હાલમાં ખાદ્યતેલના ભાવ વિવિધ બ્રાન્ડના 220 થી 270 પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

મળતી માહિતી અનુસાર જથ્થાબંધ ખાદ્ય તેલની ખરીદી ના ભાવ પર 4 થી 7 હજાર રૂપિયા પ્રતિ ટનનો ઘટાડો થયો છે એટલા માટે પ્રતિ લિટર 4-7 રૂપિયા ઓછું થઈ ગયું છે. 1 ઓક્ટોબર બાદ વિવિધ તેલના ભાવ ની વાત કરીએ તો સીંગદાણા નું તેલ પ્રતિ લીટર 185 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

સરસવનું તેલ પ્રતિ લીટર 225 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સૂર્યમુખીનું તેલ પ્રતિ લીટર 170 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. પામોલીન, રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ માં જથ્થાબંધ ભાવમાં ૧૦ ઓક્ટોબર થી 30 ઓક્ટોબર વચ્ચે 7 થી 11 ટકાનો ઘટાડો થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોટા સમાચાર : દિવાળી ના તહેવાર પહેલા ખાધ તેલના ભાવમાં થયો મોટો ઘટાડો"

Leave a comment

Your email address will not be published.


*