રાજ્ય સરકાર કોરોના ની રસી ને લઈને સિદ્ધિઓના ગુણગાન ગાઈ રહી છે પણ હકીકત એ છે કે આજે ગુજરાતમાં અડધો કરોડ જેટલી વસતી કોરોના ની રસી લીધી નથી. એટલું જ નહીં 42 લાખ લોકો રસીનો બીજો ડોઝ લેવા આવ્યા નથી.
આ સંજોગોમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગના આદેશને પગલે રાજ્ય આરોગ્ય વિભાગે રસી નહી લેનારા લોકોને ઘરે ઘરે તપાસ કરવા નક્કી કર્યું છે. દિવાળી બાદ ગુજરાતમાં ખાસ ડ્રાઇવ શરૂ કરવા આયોજન કરાયું છે.ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા નહિવત્ છે અને આ ઉપરાંત મૃત્યુઆંક પણ શૂન્ય રહ્યો છે.
ચાર કરોડથી વધુ લોકો એ રસી લઇ લીધી છે આમ છતાંય કોરોના ની રસી ને લઈને હજુ લોકો બેદરકાર રહ્યા છે જેના કારણે આરોગ્ય વિભાગ ભલે વાહ વાહ લુટે પણ વાસ્તવિકતા એ છે કે રસીકરણના પૂર્ણ લક્ષ્યાંક સુધી પહોંચી શક્યું નથી.
ખુદ આરોગ્ય વિભાગના આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં 42,46,344 લોકોએ કોરોના નો બીજો ડોઝ લીધો નથી.કોવેક્સિન અને કોવીશિલ્ડ રસીના નિયત સમયમર્યાદા પૂર્ણ થઇ ગયો હોવા છતાંય પ્રથમ ડોઝ લેનારા લોકો બીજો ડોઝ લેવા આવ્યા નથી. માત્ર અમદાવાદ શહેરમાં જ 6,38,707 લોકો એવા છે જેઓ એ પ્રથમ ડોઝ લીધો છે પણ બીજો ડોઝ લીધો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment