દિવાળી પહેલા સરકારે જનતાને આપ્યું બોનસ,એલપીજી સિલિન્ડર ની કિમંત માં કરાયો તોતિંગ વધારો

Published on: 9:59 am, Mon, 1 November 21

દિવાળી પહેલા એલપીજી પર મોંઘવારીનો બોમ્બ ફૂટયો હોય તેવું લાગી રહ્યું છે.એલપીજીના ભાવમાં અધધ 265 રૂપિયાનો આજરોજ વધારો નોંધાયો છે.રાહતની વાત એ છે કે આ વધારો કોમર્શિયલ સિલિન્ડર માં થયો છે.ઘરેલું LPG ના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી.

વધારા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ બે હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે.આ પહેલા 1733 રૂપિયા હતો. મુંબઈમાં 1683 રૂપિયામાં 19 કિલોનો સિલિન્ડર હવે 1950 રૂપિયા મોંઘો મળશે. ત્યારે કોલકત્તામાં હવે 19 કિલોનો સિલિન્ડર 2073.50 રૂપિયા થઈ ગયો છે.

ચેન્નઈમાં હવે 19 કિલો વાળા સિલિન્ડર 2133 રૂપિયા થઈ ગયો છે.ઘરેલું એલપીજી સિલિન્ડર ની વાત કરવામાં આવે તો 14.2 કિલો વાળા સબસિડીનો ગેસ સિલિન્ડર 899.50 રૂપિયાનો મળે છે.

ઉલ્લેખનીય છે કે 6 સપ્ટેમ્બર આના ભાવમાં વધારો થયો હતો. ઓક્ટોબરમાં આ ભાવમાં પણ વધારો થયો હતો ત્યારે એક ઓક્ટોબર ફકત 19 કિલોવાળા કમર્શિયલ સિલિન્ડરના ભાવ વધ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!