અંગદાન કરવું એ ખુબજ મોટુ દાન ગણવામાં આવે છે. ત્યારે વાત કરીશું તો સુરત ની સિવિલ હોસ્પિટલની તો ત્યાં અત્યાર સુધીમાં 150 અંગોના દાનથી 133 લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે. જે સુરત માટે ગૌરવભરી વાત કહેવાય. એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં આજે એતિહાસિક 50મું સફળ અંગદાન થયું.ત્યારે વાત કરીશું તો ગાંધીનગરવાસી 27 વર્ષીય તેજલ બા ઝાલાને હેમરેજ થવાથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. તે દરમિયાન ત્યારે તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા.
ત્યારબાદ તેમના પરિવારને સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા અંગદાન અંગે કાઉન્સિલિંગ કરાતા બ્રેઈન ડેડ તેજલ બા ઝાલાના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં બે ફેફસાં, લીવર, કિડની, સ્વાદુપિંડ એમ 5 ઓર્ગન મળ્યા હતા.જેનાથી જરૂરિયાત મંદ લોકોને નવું જીવનદાન પ્રાપ્ત થઇ શકે છે. જયારે SOTTOની ટીમ દ્વારા અંગદાન વિશે તેમના પરિવાર જનોને પરિચિત કરાવ્યા બાદ તેમના પરિવારજનો એ વિચારણા કરીને સિવિલ હોસ્પિટલના તબીબોને દાન માટે સહમતિ દર્શાવવામાં આવી હતી અને અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા ટીમ દ્વારા હાથ ધરાતા તેમાં સફળતા પ્રાપ્ત થઇ હતી.
શરીરમાંથી હ્યદય, કિડની, લીવર, સ્વાદુપિંડ જેવા અંગોને કાઢવા માટે હોસ્પિટલના આઇ.સી.યુ. સેન્ટરમાં જ ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટરની ટીમને કાર્યરત કરવામાં આવે છે. બ્રેઇનડેડ દર્દીના અંગદાનથી સંલગ્ન જરૂરી ટેસ્ટ કરીને તેમજ અંગોને સારી અવસ્થામાં રાખવા માટેની સારવાર કર્યા બાદ અલાયદા ઓપરેશન થીયેટરમાં અંગોને કાઢવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે.
16મી ડિસેમ્બર 2020થી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું અને દરેક સિવિલ હોસ્પિટલ માં SOTTOની ટીમ દ્વારા જ લોકોને બ્રેન ડેડ કરવામાં આવ્યા હોઈ તેમના અંગદાન કરવાની સમજૂતી બ્રેન્ડેડ કરાયેલા પરિવાર ને આપવામાં આવે છે.
આજે વાત કરીયે તો 15 મહિનામાં કોરોનાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ 50 અંગદાનમાં સફળતા પ્રાપ્ત થઇ. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ NGO ટિમ સાથે સંકળાયેલા હોઈ છે. તેથી બ્રેન ડેડ કરાયેલા લોકોના પરિવારજનો માં અંગદાન ની જાગૃતિ લાવવા માટે હંમેશા તત્પર રહે છે. જે એક સારી બાબત કહેવાય અને તેનાથી પીડિત લોકો ને નવું જીવનદાન મળે જે પુણ્ય નું પણ કામ કહીં શકાય.
સૌથી પહેલું અંગદાન 27 ડિસેમ્બર 2000ના રોજ સિવિલ હોસ્પિટલમાં થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી 150 અંગોથી 133 લોકોને નવું જીવનદાન મળ્યું છે. અત્યારસુધી 42 લિવર, 77 કિડની, 6 પેંક્રિયાસ, 7 હાર્ટ, 4 હાથ, 7 લંગ્સનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું છે જે સારી બાબત નીવડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment