માત્ર 7 વર્ષની દીકરીએ શહીદ પિતાને અગ્નિદાહ આપ્યા, પિતાને છેલ્લી વાર જોઈને દીકરીએ એવું કર્યું કે… ત્યાં હાજર તમામ લોકો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા…

મિત્રો આપણા દેશના સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વગર આપણા દેશની રક્ષા કરે છે. દિવસ હોય કે રાત, ઠંડી હોય કે તડકો દેશના જવાનો સરહદ ઉપર પીછે હટ કર્યા વગર દેશની રક્ષા માટે ઉભા રહે છે. અત્યાર સુધીમાં કેટલાય જવાનો દેશ માટે શહીદ થઈ ગયા છે. તમામ શહીદ થયેલા જવાનોને એક સલામ. ત્યારે દેશની રક્ષા કરતા કરતા ઝુંઝૂંનુ જિલ્લાના ઉદયપુરવતીના સૈનિક જયસિંહ દેશ માટે શહીદ થયા છે.

શહીદ સૈનિક જયસિંહના અંતિમ સંસ્કાર આજરોજ કરવામાં આવ્યા છે. આજરોજ બપોરે 2.30 કલાકે શહીદ જવાન જયસિંહની સાત વર્ષની દીકરીએ પિતાના મૃતદેહને અગ્નિદા આપ્યા અને પિતાના કપાળે ચુંબન કર્યું. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. માત્ર 11 મહિનામાં જ બે સૈનિક દીકરા ગુમાવનાર ખેડૂત તારાચંદ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

અગ્નિસંસ્કાર પહેલા સેનાના અધિકારીઓએ શહીદ જયસિંહની દીકરીને તિરંગો સોપ્યો હતો. રાજ્ય મંત્રી રાજેન્દ્ર ગુડા પણ શહીદ જયસિંહને અંતિમ સલામ આપવા માટે પહોંચ્યા હતા. વહેલી સવારે શહીદ જયસિંહની તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા સવારે 9:30 વાગ્યાની આસપાસ શહીદ જયસિંહના વતન જવા માટે નીકળી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે શારીરિક તાલીમ દરમિયાન જયસિંહને બેંગ્લોરમાં હાર્ટ એટેક આવ્યો હતો. તેમના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવાર અને ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. તિરંગા યાત્રામાં વડીલો, બાળકો, મહિલાઓ અને યુવાનોએ ભાગ લીધો હતો.

તિરંગા યાત્રામાં જયસિંહ અમારા રહો…, ભારત માતાકી જયના નારાથી આખો વિસ્તાર ગુજી ઉઠ્યો હતો. જ્યારે તેમનું પાર્થિવ દેહે તેમના ઘરે પહોંચ્યું ત્યારે ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે શહીદ જયસિંહના પિતા શહીદન દીકરાના અંતિમ સંસ્કાર કરવા માટે પહોંચ્યા ત્યારે તેઓ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને રડી પડ્યા હતા.

જયસિંહની પત્ની રડી રડીને બેભાન થઈ ગઈ હતી. શહીદ ની માસુમ દીકરીને પિતાના અંતિમ દર્શન કરવા માટે લાવવામાં આવી હતી. ત્યારે માસુમ દીકરીનું મોઢું જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*