માત્ર 20 વર્ષની તુનિષા પોતાની પાછળ છોડી ગઈ કરોડોની સંપત્તિ…નાની ઉંમરે તુનિષા જીવતી હતી આલિશાન જિંદગી…

મિત્રો તમને બધાને ખબર હશે કે 24 ડિસેમ્બરના રોજ માત્ર 20 વર્ષની જાણીતી ટીવી એક્ટ્રેસ તુનિષાએ મેકઅપ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તુનિષાના મૃત્યુનું હજુ સાચું કારણ સામે આવ્યું નથી.

મંગળવારના રોજ સાંજના સમયે તુનિષાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર વખતે તુનિષા લાલ સાડીમાં દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવી હતી. અંતિમ વિદાયમાં જ્યારે ત્યાં હાજર લોકોએ તુનિષાને જોઈ ત્યારે તમામ લોકો રડી પડ્યા હતા. પોતાના જીવ કરતાં પણ વધારે વ્હાલી દીકરીને જોઈને માતા બેહોશ થઈ ગઈ હતી. જેના કેટલાક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે.

તુનિષા ખૂબ જ નાની ઉંમરમાં ઘણા બધા ટીવી શો કર્યા છે અને આગામી સમયમાં પણ તેની પાસે કામ કરવા માટે ઘણા બધા પ્રોજેક્ટ હતા. તો ચાલો આજે જાણીએ તુનિષાના પરિવારમાં કોણ કોણ છે અને તુનિષા પાસે કેટલા કરોડની સંપત્તિ હતી. તુનિષાનો જન્મ 4 જાન્યુઆરી 2002 ના રોજ થયો હતો. તુનિષાએ ખૂબ જ નાની ઉંમરે અભિનય શરૂ કર્યું હતું.

તુનિષાનું હુલામણું નામ તન્નુ હતું. તુનિષાના પરિવાર વિશે વિગતવાર માહિતી નથી પરંતુ મળતી માહિતી અનુસાર, તુનિષાનું ઘણા સમય પહેલા નિધન થયું હતું. તે પોતાના માતા બહેન અને ભાઈ સાથે ચંદીગઢમાં રહેતી હતી. તુનિષાએ પોતાનો અભ્યાસ ચંદીગઢમાં કર્યો હતો. એક્ટિંગમાં કરિયર બનાવવા માટે તે મુંબઈ આવી હતી.

તુનિષાએ ખૂબ જ નાની એવી ઉંમરમાં ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણું મોટું નામ બનાવી લીધું હતું અને નામની સાથે તેને ઘણી બધી સંપત્તિ પણ બનાવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે તુનિષા પાસે લગભગ બે મિલિયન ડોલરની સંપત્તિ હતી એટલે કે 15 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલકીને તે હતી.

તેની પાસે કરોડોની કિંમતનો આલીશાન એપારમેન્ટ અને આ સિવાય ઘણી લક્ઝરી કાર પણ છે. માત્ર 20 વર્ષની ઉંમરે તેને પોતાની મહેનતે કરોડો રૂપિયાની સંબંધી ઊભી કરી હતી. 2015માં તેને પોતાનો અભિનય શરૂ કર્યો હતો. જે ઉંમરે લોકો નોકરીએ ચડીને પોતાના કરિયરની શરૂઆત કરે છે. તે ઉંમરે તનિષા કરોડોની માલકીન બની ગઈ હતી. પરંતુ આજે આ બધી સંપત્તિ કંઈ કામની જ ન રહી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*