આપણા દેશની રાજધાની દિલ્હીમાં ડુંગળી અને ટામેટા ના ભાવ માં સ્થાનિક બજારમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. વિચારવા જેવી બાબત એ છે કે જથ્થાબંધ બજારમાં બંનેના ભાવમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. આ સિવાય બીજી મહત્વની વાત એ છે કે બન્ને બજારમાં બટાટા ના ભાવમાં ઘણી રાહત જોવા મળી રહી છે.
પહેલા ની તુલનામાં બટાકાના પ્રતી કિલો 5 થી 10 રૂપિયાનો ફેર પડ્યો છે.દિલ્હીમાં આઝાદપુર બજાર ઉપરાંત અનેક સ્થાનિક બજારમાં ડુંગળી અને ટામેટાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
જ્યારે આઝાદપુર બજારના વેપારીઓનું કહેવું છે કે ડુંગળી અને ટામેટા ના ભાવ માં જથ્થાબંધ વધારો થયો નથી. ડુંગળી વેપારી સંગઠન આઝાદપુર બજારના સેકેટરી શ્રીકાંત ના જણાવ્યા મુજબ ડુંગળીની આવક આવનાર સમયમાં ઘણી સારી છે.
પુરવઠા માં કોઈપણ પ્રકારની સમસ્યા નથી.જથ્થાબંધ ડુંગળીનો ભાવ 10 થી 27.50 રૂપિયા પ્રતિ કિલો છે તો બીજી તરફ ટામેટાના ભાવ પણ વધ્યા નથી.હવે આ દ્રશ્ય થી વિપરીત સ્થાનિક બજાર માં ટામેટા,ડુંગળી ના ભાવમાં કિલોદીઠ 15 થી 20 રૂપિયાનો વધારો દેખાઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment