સલામ છે આ યુવકની હિંમતને : એક હાથે અપંગ હોવા છતાં પણ પોતાનું ગુજરાન ચલાવવા માટે સાઇકલ પર ફૂડ ડિલિવરી કરી રહ્યો છે…

Published on: 11:41 am, Thu, 6 January 22

દેશના દરેક યુવાનો માટે પ્રેરણાદાયક બને તેવા યુવાન ઉદાહરણ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ યુવકનું નામ સોજન છે. સોજન જન્મથી એક હાથથી અપંગ છે. મળતી માહિતી અનુસાર સોજન ખુબ જ ગરીબ પરિવારથી આવે છે.

જેના કારણે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સોજનને કમાવું ખૂબ જ જરૂરી હતું. મળતી માહિતી અનુસાર સોજનના પિતા બીમાર થઈ જવાના કારણે સોજનના આખા પરિવારની જવાબદારી તેના પર આવી ગઈ હતી.

તેના કારણે સોજન પોતાના અભ્યાસ પરથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નોકરી શોધવાનું શરૂ કરી દીધું હતું. ભારે મહેનત બાદ તેને એક ઓફિસમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકેની નોકરી મળી હતી. સોજન પોતાના પરિવારમાં એકલો જ કમાવનાર વ્યક્તિ હતો જો તે નોકરી ન કરે તો તેના પરિવારનું ગુજરાન ચાલી શકે તેમ નથી.

ત્યારે કોરોના ના કારણે બીજા લોકોની જેમ સોજનની નોકરી પણ જતી રહી હતી. જેના કારણે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ત્યારે તેને એક હાથે અપંગ હોવા છતાં પણ ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપનીમાં નોકરી લીધી અને એક હાથે અપંગ હોવા છતાં પણ ઘણા કિલોમીટર પોતાની સાયકલ પર આખા શહેરમાં ફરી ફરીને ફુલ ડીલેવરી કરતો હતો.

આખા દિવસ મહેનત કર્યા બાદ સોજનને 500 રૂપિયા મળતા હતા. જીવનમાં ઘણા બધા દુઃખ હોવા છતાં પણ સોજનને હાર ન માની અને પોઝિટિવ રહીને પોતાની મહેનતથી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યું છે.

એક હાથે અપંગ હોવા છતાં પણ સોજનની આ હિંમત જોઈને લોકો તેમને પ્રશંસા કરી રહ્યા છે. સોજન આજે દેશના બીજા અન્ય કેટલાય યુવાનો માટે પ્રેરણાનો ઉદાહરણ બન્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સલામ છે આ યુવકની હિંમતને : એક હાથે અપંગ હોવા છતાં પણ પોતાનું ગુજરાન ચલાવવા માટે સાઇકલ પર ફૂડ ડિલિવરી કરી રહ્યો છે…"

Leave a comment

Your email address will not be published.


*