મિત્રો હાલમાં બનેલી એક દુઃખદ આ એક ઘટના સામે આવી છે. કોઈપણ ઘરમાં લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યો હોય ત્યારે ઘરમાં સૌ લોકોના ખુશીના કોઈપણ ઠેકાણા રહેતા નથી. બધામાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. પરંતુ તમે ઘણી વખત એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં અમુક એવી ઘટનાઓ બનતી હોય છે.
જેના કારણે લગ્નની ખુશીમાં માતમ છવાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પરિવારનો ઉત્સાહ છીનવાઈ ગયો છે અને દીકરીના લગ્નની ખુશીમાં માતમ ફેરવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના ખંડવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહિલા ક્લાર્ક તરીકે ફરજ બજાવતી રજની મસારેનો છે.
મળતી માહિતી અનુસાર લગભગ ત્રણ દિવસ બાદ તેના લગ્ન હતા. પરંતુ તેની સાથે એવો અણ બનાવ બન્યો કે ચારેય બાજુ માતમ છવાઈ ગયો. રજની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગમાં ત્રીજા વર્ગની કર્મચારી છે. અને તે રામનગરમાં સાઈ મંદિર પાસે ભાડાના મકાનમાં રહે છે. તેની સાથે તે કોલેજ પણ કરતી હતી. રજનીની સાથે રાધિકા નામની યુવતી પણ રહેતી હતી.
જ્યારે રજનીના પિતા જયરામ અને તેમનો પરિવાર પઢાણા તાલુકાના હેમગીરી ગામમાં રહેતો હતો. રજની કપિલ શાહ નામના યુવક સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે. રજની કપિલ શાહ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. પરંતુ કપિલ એક ઉચ્ચ પરિવારનો હોવાથી તે રજની સાથે લગ્ન કરવા ઇચ્છતો ન હતો. મળતી માહિતી અનુસાર કપિલ પુણે માં નોકરી કરે છે. તે એક દિવસ પહેલા ખંડવા આવ્યો હતો.
રજની તેને રેલ્વે સ્ટેશનથી પોતાના ઘરે લઈ ગઈ હતી. જ્યારે રજનીએ કપિલને લગ્ન કરવાનું કહ્યું ત્યારે કપિલે ચોખ્ખા શબ્દોમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ધીમે ધીમે બંને વચ્ચે વિવાદો વધી ગયા. આ સમયે ગુસ્સામાં આવીને ધારદાર વસ્તુ વડે કપિલે રજનીના પેટ અને પેટના ભાગે પ્રહાર કર્યા હતા. મળતી માહિતી અનુસાર રાધિકાએ રજનીના પરિવારજનોને ઘરનું તાળું તૂટેલું છે તેવી જાણ કરી હતી.
ત્યારબાદ પરિવારજનોએ રજનીને ફોન કરવાના પ્રયાસો કર્યા પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. તેથી તેના પરિવારના લોકો રજનીના ભાડાના મકાનમાં પહોંચી આવ્યા હતા. અહીં આગળ તાળું લટકાયેલું દેખાતું હતું. જ્યારે પિતરાઈ ભાઈ પાછળના દરવાજામાંથી પ્રવેશ કર્યો ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પરંતુ ઘરની અંદરથી રજનીનું મૃતદેહ મળી આવ્યું ન હતું. તેથી પરિવારના લોકોએ તેની તપાસ હાથ ધરી હતી. જ્યારે પોલીસે પાણીની ટાંકીમાં ચેક કર્યું ત્યારે પાણીની ટાંકીની અંદરથી રજનીનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે મૃતદેહને બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment