આજરોજ OnePlus કંપનીનો Nord CE 5G ફોન થયો લોન્ચ, શરૂઆતની કિંમત 2399O…

OnePlus Nord CE 2 5G ને આજે એટલે કે 22 ફેબ્રુઆરીએ પહેલીવાર ખરીદવાની તક મળશે. OnePlus Nord CE 2 5G ના ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં 90Hz ના રિફ્રેશ રેટ સાથે ફ્લુઇડ AMOLED ડિસ્પ્લે મળશે. OnePlus Nord CE 5Gમાં MediaTek ડાયમેન્શન 900 પ્રોસેસર આપવામાં આવ્યુ છે.

આ ફોનમાં 6GB રેમ સાથે 128 GB સ્ટોરેજની કિંમત 23999 રૂપિયા રાખવામાં આવ્યા છે. જ્યારે 8GB રેમ સાથે 126 GB સ્ટોરેજની કિંમત 24999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન એમેઝોન પર અવેલેબલ છે. જો ફોનનું પેમેન્ટ ICICI બેંકના કાર્ડ દ્વારા કરવામાં આવશે તો 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય એક્સચેન્જ ઓફર પર 3000 રૂપિયા સુધી મળી શકે છે.

OnePlus Nord CE 2 5Gમાં Android 11 આધારિત OxygenOS 11 આપવામાં આવ્યું છે. OnePlus Nord CE 2 5Gમાં 90Hz ના રિફ્રેશ રેટ સાથે 6.43-ઇંચ 1080×2400 ફુલ HD પ્લસ ફ્લુઇડ AMOLED ડિસ્પ્લે મળશે. OnePlus Nord CE 2 5Gમાં પાછળના ત્રણ કેમેરા છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો Sony IMX471 કેમેરા આપવામાં આવ્યો છે.

OnePlus Nord CE 2 5Gમાં પ્રાઇમરી લેન્સ 64 મેગાપિક્સલનો છે. OnePlus Nord CE 2 5Gમાં 65W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 4500mAh બેટરી છે. ફોનનું વજન 173 ગ્રામ છે. OnePlus Nord CE 2 5G માં MediaTek Dimensity 900 પ્રોસેસર, ગ્રાફિક્સ માટે ARM Mali-G68 GPU, 8GB RAM LPDDR4X અને 128GB સ્ટોરેજ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*