મિત્ર સાથે બાઈક પર જઈ રહેલા પોલીસકર્મીને રસ્તામાં નડ્યો અકસ્માત – સારવાર દરમિયાન પોલીસ કર્મીનું કરૂણ મૃત્યુ…

Published on: 6:12 pm, Tue, 22 February 22

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વલસાડના વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં 55 વર્ષીય કરણભાઈ વાલાભાઇ બારીયાનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર કરણભાઈ સલવાવ કોળી વાડમાં રહેતા હતા.

મળતી માહિતી અનુસાર રવિવારના રોજ તેઓ પોતાના મિત્ર હરીશભાઈ દયાળભાઈ પટેલની સાથે GJ 15 NN 8329 નંબરની બાઈક પર બારીયાથી ગોઈમા જતા હતા. ત્યારે પાછળથી આવી રહેલી GJ 15 DB 8590 નંબરની બુલેટ કરણભાઈ ની બાઇકને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ઘટનામાં કરણભાઈ અને તેમના મિત્ર રોડ પર નીચે પડ્યા હતા. અકસ્માત થતાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં કરણભાઈ ના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

તેઓને 108ની મદદથી પારડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન કરણભાઈનું કરૂણ મૃત્યુ થયું હતું.

આ સમગ્ર ઘટનાને લઇને હરીશભાઈ અને મૃત્યુ પામેલા કરણભાઈના પુત્ર મીશાલભાઈ પોલીસ સ્ટેશનમાં બુલેટ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અકસ્માતમાં કરણભાઈનું મૃત્યુ થવાના કારણે પોલીસ સ્ટેશન અને પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. અકસ્માતમાં ઘણા માસુમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મિત્ર સાથે બાઈક પર જઈ રહેલા પોલીસકર્મીને રસ્તામાં નડ્યો અકસ્માત – સારવાર દરમિયાન પોલીસ કર્મીનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*