મિત્રો સોમવારના દિવસને મહાદેવ નો દિવસ ગણવામાં આવે છે ત્યારે સોમવારે મહાદેવના મંદિરોમાં શિવભક્તોની ખૂબ જ વધારે ભીડ જામતી હોય છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટના એક એવા ભોળાનાથના મંદિરની વાત કરવાના છીએ જ્યાં શિવભક્તોની સાથે સાથે ગાય માતા અને તેની વાછરડી પણ અહીં નિયમિત આરતીના સમયે આવે છે
અને આરતી જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી મંદિરની સામે જ ઉભી રહે છે અને આ મંદિરનું નામ છે રામ રામેશ્વર મંદિર. આ સુંદર મંદિર રાજકોટમાં આવેલું છે અને અનેક ભક્તો માટેનું શ્રદ્ધાનું આ કેન્દ્ર બની ગયું છે.શ્રી રામ રામેશ્વર મંદિર રાજકોટના હસનવાડી વિસ્તારમાં સહકાર ત્રિશુલ ચોક ના ખૂણા ઉપર આવેલું છે.
આ મંદિરની સ્થાપના લગભગ મિત્રો 65 વર્ષ પહેલાં થઈ હતી અને સોસાયટીના લોકો દ્વારા જ ભોળાનાથના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને આ મંદિરની અંદર રામ રામેશ્વર મહાદેવ બિરાજમાન છે અને અહીં મહાદેવની કૃપા ના અનેક પરચાઓ સોસાયટીના રહેવાસીઓને મળ્યા છે.આ મંદિરમાં નવગ્રહની સ્થાપના કરવામાં આવી છે
અને આ ઉપરાંત આ મંદિરમાં તમને રામ લક્ષ્મણ જાનકી ઉપરાંત રાધાકૃષ્ણ ખોડીયાર માતાજી ચામુંડા માતાજી હનુમાનજી પણ બિરાજમાન છે અને આ મંદિરના પૂજારી શ્રી કિશોરભાઈ અગ્રવાત છે. જેવા મંદિરમાં પૂજા પાઠ અને ભોળાનાથ ની સેવા કરે છે.પૂજારી કિશોરભાઈ જણાવે છે કે
આ મંદિરમાં એક ભરવાડની ગાય તેની વાછરડી સાથે દર્શને આવતી હતી અને પહેલા તેમને સામાન્ય લાગતું હતું પરંતુ દરરોજ આરતીના સમય ગાય અને તેની વાછરડી સાથે આવવા લાગી આ ગાય 30 વર્ષ સુધી મંદિરની આરતી થાય તે સમય તેની વાછરડી સાથે આવી જતી જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે
પણ આ મંદિરને કશું થયું ન હતું અને અહીંયા જે પણ ભક્તો આવે છે તેની તમામ મનોકામનાઓ ભગવાન શ્રી ભોળાનાથ પૂરી કરે છે.તમને દોસ્તો જણાવી દઈએ કે લગભગ 15 વર્ષ પહેલાં મંદિર પાસે જ ગાઈને આફરો ચડતા તેનું મૃત્યુ થયું હતું
અને જેથી મંદિરના પૂજારીએ ગાયને સમાધિ આપવાની વાત કરી અને જે ભરવાડ ભાઈ હતા તેને હા પાડી અને ગાયને શાસ્ત્રોક વિધિથી સમાધિ આપવામાં આવી અને આ મંદિરમાં દર્શન કરવા આવતા 8 થી 10 દંપતિ એવા છે જેમના ઘરે પારણો બંધાયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment