સુરત(સચિન-તલંગપુર): સુરતમાં(Surat) ન્હાવા ગયેલા બે મિત્રોમાંથી એક મિત્રનું પાણીમાં ડૂબવાના કારણે મૃત્યુ, મળતી માહિતી અનુસાર સુરતના સચિન-તલંગપુર(Sachin-Talangpur) મહાદેવના મંદીરની સામે બે મિત્રો તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. જેમાંથી એક મિત્રનું પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયું છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક ઓડિશાનો રહેવાસી હતો. મૃત્યુ પામેલ યુવક મુકેશ શેટ્ટી ઓડીશાથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અઢી કલાકની જહેમત બાદ મૃત્યુ પામેલા યુવકને શોધી કાઢવામાં આવ્યો હતો.
ફાયર વિભાગના એક ઓફિસરે જણાવ્યું કે ફાયર વિભાગને આ ઘટનાની જાણ 1.45 મિનિટની આસપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ બે મિત્રો તળાવમાં નાહવા પડ્યા હતા.
જેમાંથી એક મિત્ર ડૂબી ગયો તેવી માહિતી સામે આવી હતી. મળતી માહિતી અનુસાર લગભગ ફાયરબ્રિગેડની ટીમે તળાવમાં ડૂબેલા યુવકનું મૃતદેહ અડધી કલાક બાદ મળ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા યુગનું નામ મુકેશ શેટ્ટી અને તેની ઉંમર 24 વર્ષની હતી તે સચિન જીન કમ્પાઉન્ડમાં રહેતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment