ધંધુકા-બગોદરા રોડ પર વહેલી સવારે રોડ પર ઉભેલા ટ્રકની પાછળ બેકાબૂ ઇકો કાર ઘૂસી ગઈ, 4 મહિલાઓના મૃત્યુ…

70

અમદાવાદ (ગુજરાત) : આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અમદાવાદ(Ahmedabad) જિલ્લાના ધંધુકા-બગોદરા(Dhandhuka-Bagodra) રોડ પર આજે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં કારમાં બેઠેલી ચાર મહિલાઓના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા.

ઉપરાંત બે વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ઇકો કાર ઝડપમાં જતી હતી અને આગળ ઉભેલા ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.

પ્રાથમિક તપાસ અનુસાર આ રીતનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

108 ના સ્ટાફ દ્વારા કારમાં ફસાયેલા બે વ્યક્તિઓને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃત્યુ પામેલી મહિલાઓ અમદાવાદની રહેવાસી હતી.

અકસ્માતને લઈને મૃત્યુ પામેલા લોકોના પરિવારને પોલીસે જાણ કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલી ચારે મહિલાઓના પોલીસની પ્રાથમિક તપાસમાં નામ સામે આવ્યા છે.

પાયલબેન જીગ્નેશભાઈ પટેલ, શિલ્પાબેન દિનેશભાઈ પટેલ, ચેતનાબેન રાજેશભાઈ મોદી, ભાવનાબેન બીપીનભાઈ ગજ્જરના અકસ્માતમાં મૃત્યુ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!