આજના યુગમાં અંગદાનને મહત્વનું દાન ગણવામાં આવે છે. ત્યારે જાગૃત લોકો અંગદાન કરીને સમાજમાં એક માનવતા મહેકાવે છે. અંગ દાન કરવું એ એક પુણ્યનું કામ પણ કહી શકાય જેનાથી કોઈ જરૂરિયાત મંદ લોકોને નવજીવન પ્રાપ્ત થાય તેવા હેતુથી લોકો અંગદાન કરતા હોય છે. આજે અંગ દાન મહા દાન તરીકે ઓળખવામાં આવે છે.
ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જેમાં એક 25 વર્ષના યુવકનું અકસ્માતમાં થતાં તેનું અંગ દાન કરવામાં આવ્યો. વિસ્તૃતમાં વાત કરીએ તો હાલમાં લુણાવાડાના વીરપુરમાં 25 વર્ષનો યુવક કે જેનું નામ જયેશભાઈ નટ જેવો રોજ રોજ કામ કરીને પરિવારને ટેકારૂપ બનતા હતા. 10 એપ્રિલના દિવસે આ દીકરાને અકસ્માત નડ્યો હતો કે જેમાં તેને માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી.
ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન ડોક્ટર દ્વારા તેને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે પરિવારમાં શોકનોમાહોલ સર્જાયો હતો. કારણકે આ પરિવારમાં જયેશભાઈ એકના એક પુત્ર હતા. આ વાતની જાણ થતાં પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ. અને સૌ કોઈ લોકો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. કારણ કે એક દીકરા પ્રત્યે ની લાગણી આખા પરિવારને હોય છે.
ત્યારે દીકરાને બ્રેઈનડેડ થતા ડોક્ટર દ્વારા પરિવાર લોકોને અંગદાન ની સમજુતી આપવામાં આવી હતી. પરિવારના લોકોને અંગદાન થી પ્રેરિત કરતા પરિવારના સહમત થી જયેશ ભાઇના હદય, કિડની, ફેફસા અને લીવર નો દાન કરવામાં આવ્યું હતું. પરંતુ દુઃખની વાત તો એ છે કે જ્યારે ડોક્ટર દ્વારા આવીને આવા સમાચાર અપાય,ત્યારે પરિવાર માં શોકનો માહોલ સર્જાયો.
ત્યારે જો આ દીકરા ના અંગો નો દાન કરવામાં આવે તો બીજા અનેક જરૂરિયાત મંદ લોકોને એક નાની એવી મદદ કરી શકે તેવા હેતુથી દ્વારા પરિવાર લોકોને અંગદાન વિશેનો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.. એક બાજુ એકનો એક જુવાનજોધ દીકરો દુનિયામાં નથી રહ્યો, ત્યારે એક સેવાનું કામ કરીને પરિવારજનો દ્વારા જયેશભાઈ અંગદાન કર્યું અને સમાજમાં માનવતા મહેકાવી હતી..
બધા લોકોને એક જ સલાહ છે કે બ્રેઈનડેડ થતા અંગ દાન કરવામાં આવે તો બીજા જરૂરીયાત મંદ લોકોને આપણે નાની એવી મદદ કરી શક્યા અને પુણ્યનું જ કામ કરી શકાય,ત્યારે સમાજમાં પણ આવી જાગૃતિ લાવવી જોઇએ.. અને દરેક વ્યક્તિ ને અંગદાન વિશેની પ્રેરણા લેવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment