હાલમાં સુરતમાં રોગચાળામાં ઘણા લોકોના મોત નીપજ્યા છે, રોગચાળાના કારણે વધુ એક યુવકનો ભોગ લેવાયો છે. વેસુ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવકને ત્રણ દિવસથી તાવ અને ઉલટીઓ થઈ રહી હતી. જેથી તેને પ્રથમ ખાનગી અને વધુ તબિયત ખરાબ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, યુવક બે વર્ષ પહેલા જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૂળ મહારાષ્ટ્રનો રિતેશ ગજાનંદ સીરાની સુરતના વેસુ વિસ્તારમાં હાઈ રાઇઝ બિલ્ડીંગો માં ગાર્ડન કેળવણીનું કામ કરતો હતો.
રિતેશના બીજા બે નાના ભાઈ અને વિધવા માતા છે, પરિવારના ત્રણ સંતાનોમાં મોટો દીકરો હતો. રિતેશ પરિવારનો આર્થિક સહારો હતો, રિતેશ બે વર્ષ પહેલા જ સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો.
પિતાના અવસાન બાદ મોટાભાઈ રિતેશના માથે ઘરની તમામ જવાબદારી આવી ગઈ હતી. ત્રણ દિવસથી તાવમાં સપડાયો હતો, ખાનગીમાં સારવાર લીધા બાદ તબિયત બગડતા સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ટુકી સારવાર દરમિયાન તે મોતને ભેટ્યો હતો, તાવમાં સપડાતા એને ભટારની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
ત્યારબાદ તેને સિવિલમાં દાખલ કરાયો હતો. રિતેશના તાવ, ડેન્ગ્યુ, મલેરિયા ના રિપોર્ટ પણ નોર્મલ આવ્યા હતા. રિતેશના મૃત્યુના સમાચાર સાંભળીને માતા આકાતમાં સરી પડી હતી. આ સાથે જ પરિવારનો આર્થિક સહારો ગુમાવી દેતા શોકનો માહોલ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment