ગુજરાતમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનને લઇને વધુ એક રાહત પેકેજ જાહેર થાય તેવી શક્યતા છે. આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટા સંકેતો આપ્યા છે.તેમને કહ્યું કે સતત વરસાદથી સાત જિલ્લાના પાક ને નુકસાન થયું છે.સાત જિલ્લામાં થયેલા ખેતીના નુકસાનના સર્વે નું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે.
તેમને વીજળી પૂરતી ન મળતી હોવાની બે દિવસ અગાઉ ફરિયાદો મળી હોવાનો સ્વીકાર કર્યો છે. ખેડૂતોની ફરિયાદોને ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધી હોવાનો સ્વીકાર કર્યો હતો. વીજળી ને લઈને 2 દિવસથી ખેડૂતોની ફરિયાદ બંધ થઈ હોવાનો દાવો તેમને કર્યો હતો.
બે દિવસ અગાઉ ટુકડે-ટુકડે વીજળી મળતી હતી. વીજળીની ફરિયાદો બંધ થઈ તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આઠ કલાક વીજળી મળે તેવી ખેડૂતો વ્યાપક રીતે માંગ કરી રહ્યા છે.
વીજળી ઓછી મળતી હોવાની ખેડૂતોની વારંવાર ફરિયાદ મળે છે. ખેડૂતોને તકલીફ ન પડે તે માટે ઊર્જા મંત્રાલય કાર્યરત છે અને બે દિવસથી વીજળી આઠ કલાક પૂરતી મળે તેવી સ્થિતિ સર્જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment