ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં હાર્ટ એટેક આવતા એક 42 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. આ ઘટના સુરતના અથવા વિસ્તારમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ જયેશભાઈ પટેલ હતું અને તેઓ ટેલરિંગનું કામ કરતા હતા.
જયેશભાઈ આજરોજ સવારે બાથરૂમમાં ન્હાવા માટે ગયા હતા. ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેઓ બાથરૂમમાં જ ઢળી પડ્યા હતા. પછી તો પરિવારના સભ્યો જયેશભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે જયેશભાઈ ની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા આજે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા જયેશભાઈ ઘરમાં કમાવા વાળા એકના એક વ્યક્તિ હતા. પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
ગુજરાત રાજ્યમાં ખાસ કરીને કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. જ્યારે છેલ્લા થોડાક સમયથી તો નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. આ પેલા પણ તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ગરબા રમતી વખતે, ડાન્સ કરતી વખતે, જીમમાં કસરત કરતી વખતે, બાઇક ચલાવતી વખતે હાર્ટ એટેક આવતા મોત થયું હશે.
થોડાક સમય પહેલા જ સુરતના પાલ વિસ્તારમાં આવતા મોત થવાની ઘટના બની હતી. આ ઘટનામાં રીક્ષા ચાલકનું રિક્ષામાં બેઠા બેઠા મોત થઈ ગયું હતું. કારણ કે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment