ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટનામાં રાત્રે પોતાના ઘરે સુતેલા એક 45 વર્ષના વ્યક્તિને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો.
પછી પરિવારના સભ્યો તેમને 108ની મદદથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં તેમને સારવાર મળે તે પહેલાં તો તેમનું મોત થઈ ગયું હતું. પરિવારના મોભીનું મોત થતાં હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મકાભાઈ પોલાભાઈ ભુવા હતું. મકાભાઈ કોઠારીયાના સોલવન ખાતે આવેલ ગોપાલ નગરમાં રહે છે અને કોઠારીયા ચાની હોટલ ચલાવતા હતા. મકાભાઈ ગઈકાલે રાત્રે હોટલેથી પોતાના ઘરે આવ્યા હતા.
ત્યારબાદ તેઓ જમ્યા હતા અને પછી તેઓ સુઈ ગયા હતા. ત્યારે રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ અચાનક જ તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો. આ વાતની જાણ પરિવારના સભ્યોને તથા પરિવારના સભ્યો મકાભાઈને 108ની મદદથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
પરંતુ ત્યાં હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તો મકાભાઈનો જીવ ચાલ્યો ગયો હતો. ડોક્ટરના જણાવ્યા અનુસાર મકાભાઈનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મકાભાઈનું મોત થતા જ ત્રણ દીકરા અને ચાર દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment