ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં હાર્ટ એટેક આવવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સુરેશદાન ભરતદાન ગઢવી હતું. તેમની ઉંમર 45 વર્ષની હતી.
સુરેશદાન રાજકોટ શહેરના તુલસી બંગલો પાસે અંજલિ પાકમાં રહેતા હતા. તેઓ મોરબીમાં સેન્ટ્રલ બેન્ક માં નોકરી કરતા હતા. ગઈકાલે રાત્રે 3.30 વાગ્યાની આસપાસ સુરેશદાન ઘરે હતા ત્યારે અચાનક જ તેમને ગભરામણ થવા લાગી હતી. આ કારણોસર સૌપ્રથમ તેમને ફેમેલી ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા. પછી વધુ સારવાર માટે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં હાજર ડોક્ટરે સુરેશદાનની તપાસ કર્યા બાદ એમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ એક દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, મોડી રાત્રે અચાનક જ સુરેશદાનને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ એક જ ઝટકામાં હસતા ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ છે.
આ પહેલા પણ ગુજરાતમાં હાર્ટ એટેકના ઘણા બનાવો બન્યા છે અને ઘણા પરિવારો વિખરાઈ ગયા છે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી નાની ઉંમરના યુવાનો અને યુવતીઓને હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે તે કોરોના વાયરસ ગયા પછી ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment