સુરતમાં વધુ એક અંગદાન… શ્રાવણ માસમાં પરિવારના મોભીનું દુઃખદ નિધન થતાં… પરિવારે અંગદાન કરીને માનવતા મહેકાવી…

મળતી માહિતી અનુસાર મૂળ અમરેલીના બગસરા તાલુકાના નાના વાઘણીયા ગામના વતની અને હાલ સુરતના વરાછા સ્થિત યોગેશ્વર સોસાયટીમાં રહેતા મધુભાઈ ભીમજીભાઈ જે હાલ નિવૃત્ત છે. તેઓના સંતાનમાં ત્રણ દીકરાઓ છે, આશરે છ દિવસ અગાઉ મધુભાઈ રાત્રે બે વાગ્યે વોશરૂમ માટે ઊભા થવાની સાથે જ પોતાના ખાટલા પાસે ઢળી પડ્યા હતા. જે તુરંત થોડીવારમાં સારું થઈ જતા તેઓ પોતાના રૂટિન લાઇફ મુજબ રહેવા લાગ્યા હતા.

ડાયમંડ સિટી ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતું સુરત હવે ઓર્ગન ડોનેશન સીટી તરીકે ઓળખાવા લાગ્યું છે. સુરતમાં કાલે વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાલે ચોથું અંગદાન કરવામાં આવ્યું છે. સમાજના રાંક પરિવારના મોભીનું કાલે બંને કિડની અને ચક્ષુઓનું દાન કરી સમાજને એક નવી રાહ ચિંધવામાં આવી છે.

તેના બે દિવસ પછી અચાનક સાંજે 5:30 કલાકે ઘરના સભ્યો જોડે બેઠા હતા ત્યારે તેમની આંખો ઘેરાતી હતી. તેવું જણાવતા દીકરા ધર્મેશભાઈએ તેમને આરામ કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ તેઓને જમવાના સમયે બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ ઢળી પડ્યા હતા. તેઓની તપાસ કરાવ્યા બાદ હાલત ખૂબ જ ગંભીર જણાવી હતી. તેઓના ફેમિલી કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર હસમુખ ડોબરીયા સાહેબની સલાહ મુજબ તેઓને વધુ સારવાર માટે પી.પી. સવાણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં ડોક્ટર નિરવભાઈ ગોંડલીયા એ સારવાર આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેઓને બ્રેઇન માટે ન્યુરોસર્જન ડોક્ટરની સલાહ જરૂરી જણાતાં ડોક્ટર હસમુખ સોજીત્રા સાહેબનો સંપર્ક કર્યો હતો. તેઓ દ્વારા જરૂરી રિપોર્ટો કરાવવા માટે સલાહ આપવામાં આવી હતી. તમામ રિપોર્ટ આવતા ડોક્ટર નિરવ ગોંડલીયા અને ડોક્ટર હસમુખ સોજીત્રા તેમજ ડોક્ટર નિરવ સુતરીયા દ્વારા તેઓને બ્રેઈન્ડેડ જાહેર કરાયા હતા.

ત્યારબાદ ડોક્ટરો દ્વારા તેમના ત્રણે દીકરાઓ અને તેમની પત્નીને અંગદાન વિશે સમજાવવામાં આવ્યું હતું અને તેઓએ અંગદાન અંગે સંકલ્પ કર્યો હતો.પરિવાર દ્વારા પરિચિત ડોક્ટર હસમુખભાઈ સોજીત્રાના માધ્યમથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિપુલભાઈ તળાવીયા નો સંપર્ક કરવામાં આવ્યો હતો.

જ્યાં વિપુલભાઈ તળાવિયા અને ડોક્ટર નિલેશભાઈ કાછડીયા દ્વારા તેમના પરિવારના તમામ સભ્યોને અંગદાન નું મહત્વ સમજાવ્યા બાદ તમામ પ્રક્રિયાની માહિતી આપવામાં આવી હતી. ઓર્ગન ડોનેશન સમયસર પહોંચી શકે તે માટે પીપી સવાણી હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડર માટે સુરત અને ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે વ્યવસ્થા કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*