ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગની વધુ એક આગાહી, આગામી પાંચ દિવસમાં આ વિસ્તારમાં સૌથી વધારે વરસાદની સંભાવના….

ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી વધુ એક આગાહી રાજ્યમાં હજુ વધારે બે દિવસ વરસાદનું જોર વધશે. એટલે કે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી મુજબ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો.

જેમાં પોરબંદર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટું આવી શકે છે. ઉપરાંત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અષાઢી બીજના દિવસે મેઘરાજાએ ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

ગુજરાતમાં આગામી 18 જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત ભાવનગર અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.

ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ 15 અને 16 તારીખે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ઉપરાંત પાટણ, સાબરકાંઠા અને મહેસાણા માં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.

ઉપરાંત દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*