ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપની મહિલા ટીમ તૈયાર, જાણો વિગતે.

Published on: 10:44 pm, Tue, 13 July 21

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો વચ્ચે હલચલ મચી છે અને તમામ રાજકીય પક્ષો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આ વખતે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉભા કરશે.

જેમાં ભાજપ દ્વારા તાડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા ભાજપ મહિલા મોરચાના ઝોન પ્રભારી ઓની પણ નિમણૂક કરી દેવામાં આવી છે. જાણો આખી મહિલા ટીમનું લિસ્ટ.

ભાજપ મહિલા મોરચાના જિલ્લા ઝોન પ્રભારીની નિમણૂંક, પાટણ જિલ્લાના મહિલા પ્રભારી અરુણાબેન ચૌધરી, ગાંધીનગર જિલ્લા-શહેર મહિલા પ્રભારી ચન્દ્રીકા લિંબાચિયા, ખેડા જિલ્લાના મહિલા પ્રભારી ડો.શ્રદ્ધા રાજપૂત, વિણાબેન પ્રજાપતિને ઉત્તર-સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી.

ડો.તૃપ્તિબેન વ્યાસને દક્ષિણ-મધ્યઝોનની જવાબદારી, રાજકોટ જિલ્લા- શહેર મહિલા પ્રભારી તરીકે નિમુબેન બાંભણીયા, પોરબંદર જિલ્લાના મહિલા પ્રભારી નીતાબેન પરમાર, વડોદરા શહેરના મહિલા પ્રભારી નિપીબેન પટેલ.

બનાસકાંઠા જિલ્લાના મહિલા પ્રભારી પુષ્પાબેન ઠાકોર, અમદાવાદ શહેરના મહિલા પ્રભારી કામિનીબેન સોની, ભાવનગર જિલ્લા-શહેર મહિલા પ્રભારી ભાવનાબેન ગોંડલીયા.

સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા પ્રભારી ડો.તેજશ્રીબેન પટેલ, મહેસાણા જિલ્લાના મહિલા પ્રભારી શ્રદ્ધાબેન ઝા, વલસાડ જિલ્લાના મહિલા પ્રભારી કૈલાશબેન ગામીત, આણંદ જિલ્લાના મહિલા પ્રભારી લિપિબેન ખંધાર નામ સામેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!