માં મોગલના તો પરચા અપરંપાર છે. માતાજી પોતાના ચરણમાં આવતા તમામ ભક્તોની મનોકામના પૂરી કરે છે. એટલે જ માં મોગલને અઢારે માતા કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં માતાજીએ લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે અને લાખો લોકોની મનોકામનાઓ પૂર્ણ કરી છે.
કહેવાય છે કે મા મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. ત્યારે આજે આપણે કબરાઉમાં બેઠેલી માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ. વાત કરીએ તો એક વ્યક્તિ એક લાખ રૂપિયા લઈને કબરાઉધામ પહોંચી આવ્યા હતા. અહીં તેમને માં મોગલના આશીર્વાદ લીધા હતા અને પછી મણીધર બાપુને મળ્યા હતા.
ત્યારે મણીધર બાપુએ વ્યક્તિને પૂછ્યું કે તમારે શેની માનતા હતી. ત્યારે વ્યક્તિએ જણાવ્યું કે મારા એક લાખ રૂપિયા અટવાઈ ગયા હતા અને આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ કમજોર બની ગઈ હતી. એટલે મેં માં મોગલની માનતા માની હતી અને માતાજીના આશીર્વાદ હતી તે પૈસા પાછા આવી ગયા હતા.
પછી વ્યક્તિ એક લાખ રૂપિયા લઈને પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યા હતા. અહીં તેમને મણીધર બાપુને લાખ રૂપિયા આપ્યા ત્યારે બાપુએ તેમાં એક રૂપિયાની નોટ ઉમેરીને તે પૈસા તેમને પાછા આપી દીધા હતા.
અને કહ્યું હતું કે માં મોગલ એ તારી માનતા 5100 વખત સ્વીકારી છે. વધુમાં મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલને કોઈ પણ પ્રકારના દાન ભેટની જરૂર નથી. માં મોગલ ભક્તોના ભાવની ભૂખી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment