મંગળવારના રોજ સાંજના સમયે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ ઘટનામાં રક્ષાબંધનના એક દિવસ પહેલા કંઈક એવું બન્યું કે 4 વર્ષની માસુમ બહેનનું મોત થયું છે. રક્ષાબંધનના એક દિવસ પહેલા જ બહેનનું મોત થતાં પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. વિગતવાર વાત કરીએ તો ભાઈ અને બહેન એક પુલ પર રમતા હતા.
આ દરમિયાન બહેન અચાનક જ રમતા રમતા નદીમાં પડી ગઈ હતી અને ત્યાં કાદવમાં ફસાઈ ગઈ હતી. બહેનને બચાવવા માટે ભાઈ પણ નદીમાં કૂદીયો હતો. પરંતુ આ દરમિયાન તે પણ કાદવમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ બંને ભાઈ બહેન બુમાબુમ કરતા હતા. જેના કારણે આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. પછી બંનેને ત્યાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર ન મળતા પરિવારના સભ્યો બંનેને બીજી જગ્યાએ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે 4 વર્ષની બહેનને મૃત જાહેર કરી હતી. જ્યારે સાત વર્ષના ભાઈની ગંભીર હાલતમાં સારવાર ચાલુ છે. આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી બહેનનું નામ સાનિયા હતું.
જ્યારે ઇજાગ્રસ્ત થયેલા ભાઈનું નામ અયાન હતું. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ સાંજના સમયે સાનિયા અને અયાન બંને એક નદી પાસે રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ચાર વર્ષની સાનિયાનો પગ લપસ્યો હતો અને તે નદીમાં પડી ગઈ હતી.
સાનિયાને બચાવવા માટે અયાન પણ નદીમાં કૂદીયો હતો. ત્યારબાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સાનિયાને મૃત જાહેર કરી હતી. માત્ર ચાર વર્ષની દીકરીનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
મળતી માહિતી અનુસાર સૌપ્રથમ જે હોસ્પિટલમાં ગયા ત્યાં ડોક્ટર ઉપલબ્ધ ન હતા. તેથી બંને ભાઈ બહેનને બીજી જગ્યાએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જો પહેલી હોસ્પિટલમાં ડોક્ટર હાજર હોત તો આજે બાળકીનો જીવ બચી ગયો હોત. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment